• Home
  • News
  • નીતિન પટેલે કહ્યુ- આઝાદી ગેંગ માટે સરહદો ખોલી નાખીએ, તમે પણ સુખી, અમે પણ સુખી
post

ઓવૈસીના મનમાં શું છે તે સમજી લો, તેમના મનમાં કીડા ખદબદે છે-નીતિન પટેલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 08:38:04

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં સીમા જાગરણ મંચ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે ગુરુવારે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીએએ (સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ)નો વિરોધ કરી રહેલા લોકોને પોતાના અલગ અંદાજમાં જવાબ આપ્યો હતો. કાર્યક્રમ બાદ તિરંગા રેલી પણ યોજવામાં આવી હતી. પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ અને ડાબેરીઓનું ચાલે તો દેશમાં ફરી મુગલોના 800 વર્ષના શાસન જેવા દિવસો આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આઝાદી ગેંગને શેનાથી આઝાદી જોઈએ છે ખબર નથી. જેમને આઝાદી જોઈએ છે તેમના માટે સરહદો ખોલી નાખવી જોઈએ, તો પણ સુખી થશે અને આપણે પણ સુખી થઈશું. જો તેઓ ચાલ્યા જશે તો આપણે આરામથી રહી શકીશું અને દેશને પ્રગતિ કરવાનો મોકો મળી જશે.


કાશ્મીર નથી, ગુજરાત છે-નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું હતું કે, ‘અમદાવાદમાં આપણા નિર્દોષ પોલીસ ભાઇઓ બહેનો પર જે રીતે પથ્થરમારો થયો તે સામાન્ય કૃત્ય નથી, અમદાવાદમાં કોથળો પથરા શોધવા હોય તો વાર લાગે, તો ટ્રક ભરીને પથરા તૈયાર હતા. ધાબામાં પથ્થર મૂકી રાખેલા. બધું ખબર હતી. પણ લોકો ભૂલી ગયા હતા કે કાશ્મીર નથી, ગુજરાત છે. નરેન્દ્રભાઇએ વારંવાર કહ્યું, ગૃહમંત્રી અમિતભાઈએ વારંવાર કહ્યું કે નાગરિક બનાવવાનો કાયદો છે. મને છોકરા છોકરીઓ (અમદાવાદ આઇઆઇએમની બહાર દેખાવો કરનાર)નો વાંધો નથી બિચારા યુવાન છે. મને વાંધો તેમના મમ્મી પપ્પાનો છે કે ભઇ આનામાં તો (સમજણ) નથી પરંતુ તમારા છે કે નથી?’


એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીની ઝાટકણી કરતા નીતિન પટેલે કહ્યું હતું કે., ‘ લોકો (ઓવૈસી)ના મનમાં શું છે તે સમજી લો. તેમના મનમાં કીડા ખદબદે છે. મુગલોએ 800 વર્ષો રાજ કર્યું, જો આવીને આવી કોંગ્રેસની સામ્યવાદીઓની કે કહેવાતા બિન સાંપ્રદાયીક દંભીઓનું ચાલે તો ફરી અમારો વારો આવી શકે. આવું તેમના મનમાં ગંભીરતાથી છે.’


દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ એવા ભારતમાં વળી શેની આઝાદી માંગે છે?-નીતિન પટેલ
પટેલે ઉમેર્યું હતું કે, ‘આઝાદી તો આપણને 1947માં મળી ચુકી છે. પરમ દિવસે આપણા દેશનો આઝાદ દિવસ (ગણતંત્ર દિવસ) છે. તો યે ટોળું ભેગું થાય છે ને પેલું બધા સુધરેલા લોકોનું, તે એમની જાતને સુધરેલા માને છે હું તેમને માનસિક પછાત માનું છું. આઝાદી આઝાદી એવું સંભળાય છે. આખું વાક્ય કોઇએ સાંભળ્યું છે કે શેનાથી આઝાદી જોઇએ છે? તમારા મા-બાપથી? તમારા પતિથી આઝાદી જોઇએ છે? દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ એવા ભારતમાં વળી શેની આઝાદી માંગે છે. અગર ભારત સે આઝાદી માંગતે હે તો હમ સબ મિલકે મોદી સાહબ સે બિનતી કરતે હે કી સીમાએ થોડે દિન કે લીયે ખુલી કર દો, જીસકો આઝાદી ચાહીયે વો જહાં જાના ચાહે ચલા જાયે. વો હમારે ઘર કે બેઠતે હૈ. જીસકો જીધર જાના હૈ જા સકતા હૈ. તુમ્હારે વહાં ભી આઝાદી મીલ જાયેગી. હમકો યહાં આરામ સે રહેના કા, દેશ કી ઔર પ્રગતી કરને કા મૌકા મિલ જાયેગા.’ પાકિસ્તાનમાં હિંદુઓ પર થતા અત્યાચાર અંગે નીતિન પટેલ બોલ્યા હતા કે, ‘પાકિસ્તાનમાં રહી ગયેલા હિન્દુઓ પેઢીઓથી ત્યાં રહેતા હતા. એમની મિલકતને નુકસાન થાય, દિકરીઓને ઉપાડી જાય, પરાણે મારીઝુડીને ધર્માંતર કરાવે. વું ના ચલાવવું હોય તો ઉપાય શું? તો ઉપાય, ભારતમાં આવો..... 70 વર્ષ જુની ભુલ મોદી સાહેબ અને અમિત ભાઇએ સુધારી આપણે તેમને ખરેખર અભિનંદન આપવા જોઇએ.

adv

Related News

post
post
post
post
post
post
post