• Home
  • News
  • બિહારમાં 8મી વખત નીતીશ સરકાર:નીતીશ મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા, તેજસ્વીએ નીતીશના ચરણસ્પર્શ કર્યા
post

શપથ પહેલા નીતીશે લાલુ સાથે ફોન પર વાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-10 17:43:12

નીતીશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને શપથગ્રહણ કરાવ્યા હતા. તેના પછી તરત જ તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. શપથ લેતાની સાથે જ તેજસ્વીએ નીતીશ કુમારના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

નીતીશે ભાજપ પર સાધ્યું નિશાન
સીએમ પદના શપથ લીધા બાદ નીતીશ કુમારે મીડિયા સાથે વાત કરતા નામ લીધા વીના ભાજપ પર પ્રહાર કર્યા હતા. નીતીશ કુમારે કહ્યું કે 2014માં આવનારા 2024માં રહેશે, તો ને? તેમણે વધુમાં કહ્યું હતુ કે અમે રહીએ કે ન રહીએ, તેઓ 2024માં નહીં રહે.હું વિપક્ષને 2024 માટે એકજુથ થવા માટે અપીલ કરું છું. પીએમ પદના સવાલ પર તેમણે કહ્યું કે હું આ પદ માટે ઉમેદવાર નથી. તેમણે કહ્યું કે ભાજપને લાગતું હતું કે વિપક્ષ ખતમ થઈ જશે. પણ હવે અમે વિપક્ષમાં પણ છીએ.

તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા

આ દરમિયાન આરજેડીએ વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમાર સિન્હા સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લોર ટેસ્ટના સમયે નવા સ્પીકર માટે પણ ચૂંટણી યોજાશે. મહાગઠબંધન તરફથી સ્પીકરની ખુરશી આરજેડીને મળી શકે છે. જો કે કોંગ્રેસે પણ સ્પીકરની ખુરશી પર દાવો કર્યો છે.

રાબડી આવ્યા, લાલુ ન આવી શક્યા
પુત્ર તેજસ્વીના શપથ સમારોહમાં સામેલ થવા માટે રાબડી દેવી પણ રાજભવન પહોંચ્યા હતા. જો કે, તેજસ્વીના પિતા અને આરજેડી સુપ્રીમો લાલુ યાદવની તબિયત ખરાબ હોવાને કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. શપથ પહેલા નીતિશે લાલુ સાથે ફોન પર વાત કરી અને તેમને રાજકીય સ્થિતિ વિશે જાણકારી આપી હતી.

નવી કેબિનેટમાં સંભવિત મંત્રીઓની યાદી

1. આરજેડી ક્વોટામાંથી- તેજ પ્રતાપ યાદવ, આલોક કુમાર મહેતા, અનિતા દેવી, જિતેન્દ્ર કુમાર રાય, ચંદ્રશેખર, કુમાર સર્વજીત, બચ્ચા પાંડે, ભારત ભૂષણ મંડલ, અનિલ સાહની, શાહનવાઝ, અખ્તરુલ ઈસ્લામ શાહીન, સમીર મહાસેઠ, ભાઈ વીરેન્દ્ર, લાલિત યાદવ , કાર્તિક સિંહ, વીણા સિંહ, રણવિજય સાહુ, સુરેન્દ્ર રામ.

2. JDU ક્વોટામાંથી- વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, અશોક ચૌધરી, ઉપેન્દ્ર કુશવાહા, શીલા કુમારી, શ્રવણ કુમાર, મદન સાહની, સંજય કુમાર ઝા, લેશી સિંહ, સુનિલ કુમાર, જયંત રાજ, જમાં ખાન.

3. કોંગ્રેસના ક્વોટામાંથી- મદન મોહન ઝા, અજીત શર્મા, શકીલ અહેમદ ખાન, રાજેશ કુમાર.

4. હમ ક્વોટાથી- સંતોષ કુમાર સુમન.

 

adv

Related News

post
post
post
post
post
post
post