• Home
  • News
  • સુરત જિલ્લાના નિયોલ ગામે દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકી, ફાર્મ હાઉસમાંથી 10 સહકારી અગ્રણીઓની ધરપકડ
post

સુરત જિલ્લાના નિયોલ ગામે દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકી, ફાર્મ હાઉસમાંથી 10 સહકારી અગ્રણીઓની ધરપકડ

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 12:01:57

સુરત: જિલ્લાના પલસાણા તાલુકાના નિયોલ ગામમાં યશ ફાર્મ હાઉસમાં જ્યારે દારૂની પાર્ટી ચાલી રહી હતી, ત્યારે જ પોલીસનો કાફલો ત્યાં પહોંચી જતા દોડાદોડી થઇ ગઇ હતી, એલસીબી અને લોકલ પોલીસની સંયુક્ત કામગીરીમાં 10 સહકારી આગેવાનોની ધરપકડ કરવામાં આવી છે, ફાર્મ હાઉસના માલિક ભરતસિંહ અભેસિંહ ગોહિલ, ધી પુણા કુંભારીયા ગ્રુપ કો.ઓપરેટિવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ ગ્રોઅર્સ સોસાયટીના પ્રમુખ જગુ નારણભાઇ પટેલ સહિત 10 શખ્સોને પોલીસે દારૂની પાર્ટીમાંથી ઝડપી પાડ્યાં છે, પોલીસે વિદેશી દારૂની બોટલ સાથે કેટલોક મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

દારૂ પાર્ટીમાંથી પકડાયેલા આરોપીઓ

ભરતસિંહ અભેસિંહ ગોહિલ
જગુ નારણભાઇ પટેલ
દિનેશ છોટુભાઇ પટેલ
નિલેશ રમણભાઈ પટેલ
કનૈયાલાલ કેસરજી ખિંચી 
કપિલ ઇશ્વરભાઇ પટેલ
દીપક છગનભાઈ પરમાર
સંજય છગનભાઈ પ્રજાપતિ
આશિષ મોહનભાઇ પટેલ
અજય ખુશાલભાઇ પટેલ

adv

Related News

post
post
post
post
post
post
post