• Home
  • News
  • અમેરિકામાં હવે ગર્ભવતીઓને નો-એન્ટ્રી, વિદેશી બાળક જન્મ સાથે જ અમેરિકન નાગરિક નહીં બને
post

જન્મજાત નાગરિકતા મુદ્દે ટ્રમ્પનું કડક વલણ, હવે ટુરિસ્ટ વિઝા મેળવવા પણ અઘરા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 10:10:27

વૉશિંગ્ટન: અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિઝાને લગતા વધુ કેટલાક નિયમો કડક કર્યા છે. નિયમો હેઠળ એવી મહિલાઓએ વિઝા મેળવવા મુશ્કેલ બનશે, જે ગર્ભવતી છે અને ફક્ત બાળકને જન્મ આપવા અમેરિકા જવા ઈચ્છે છે. પ્રકારના ઘટનાક્રમથી વાકેફ બે અમેરિકન અધિકારીઓએ કહ્યું કે, અમેરિકન વિદેશ વિભાગ ગુરુવારે નિયમ જારી કરશે. નવા નિયમો હેઠળ ગર્ભવતીઓ માટે ટુરિસ્ટ વિઝા પર પ્રવાસ કરવો પણ અઘરો બનશે. નિયમોમાં કહેવાયું છે કે, ગર્ભવતીઓએ વિઝા હાંસલ કરવા માટે કાઉન્સિલર ઓફિસરને સમજાવવું પડશે કે, અમેરિકા આવવાનું તેમની પાસે વાજબી કારણ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અમેરિકા આવવાના તમામ પ્રકારોની છણાવટ કરીને તેને કડક બનાવી રહ્યું છે, પરંતુ પ્રમુખ ટ્રમ્પે ખાસ કરીને જન્મજાત નાગરિકતાના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. નિયમો હેઠળ બિન અમેરિકન બાળકોને અમેરિકામાં જન્મ લેતાની સાથે નાગરિકતા મળી જાય છે.


અમેરિકામાંબર્થ ટુરિઝમફૂલ્યું ફાલ્યું હોવાનો દાવો
અમેરિકન સરકારના જણાવ્યાનુસાર, અમેરિકા સહિતના અનેક દેશોમાં બર્થ ટુરિઝમ ખૂબ ફૂલ્યું ફાલ્યું હતું. અમેરિકન કંપનીઓ માટે જાહેરખબરો પણ આપતી. માટે હોટલ રૂમ અને આરોગ્ય સુવિધા માટે કેટલીક કંપનીઓ તો 80 હજાર ડૉલર સુધીની વસૂલાત કરતી. રશિયા અને ચીન જેવા દેશોની અનેક મહિલાઓ ફક્ત બાળકને જન્મ આપવા અમેરિકા આવતી. જોકે, ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી આવી અનેક ખામી સામે કડક પગલાં લીધા છે.


2012
માં 36 હજાર બાળક જન્મ સાથે US નાગરિક બન્યા
સેન્ટર ફોર ઈમિગ્રેશન સ્ટડીઝ પ્રમાણે, એકલા 2012માં 36 હજારથી વધુ વિદેશી મહિલાઓએ અમેરિકામાં બાળકોને જન્મ આપ્યો હતો. રીતે ફક્ત બાળકને જન્મ આપવા આવતી મહિલાઓમાં રશિયા અને ચીન અગ્રેસર છે. જોકે, ટ્રમ્પ નિયમોને કડક કરવા પ્રયત્નશીલ છે.

adv

Related News

post
post
post
post
post
post
post