• Home
  • News
  • રાજકોટમાં 7 દિવસથી એકેય પોઝિટિવ નહીં આવતા ચિંતા, ચેઈન તોડવા એક કેસ જરૂરી
post

56 દિવસ સુધી કેસ નહિ આવે તો ચેઈન તૂટી તેવું જાહેર થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 09:39:22

રાજકોટ: રાજકોટમાં સતત સાતમા દિવસે એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી. તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આ રાહતની વાત છે પણ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર તંત્ર એડ ચોટીનું જોર લગાવી કામ કરી રહ્યુ છે આમ છતાં ક્યાંક ક્લસ્ટર ચૂકાઈ ગયાનો સતત ભય છે અને જો તેવુ બન્યું તો રાજકોટમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થશે. તેમનો આ ડર શા માટે છે તે માટે તેમણે તમામ બાબતો જણાવી.

એકદમથી કેસની સંખ્યા ઘટી ગઈ
‘
રાજકોટમાં સાત દિવસથી એકપણ કેસ આવ્યો નથી તે સારી બાબત લાગે પણ અમારા માટે ભયસ્થાન છે. એક સપ્તાહમાં 10 કેસ આવી ગયા પછી એકદમથી શાંત થયા તેની પાછળ હિડન ટ્રાન્સમિશન કે કોઇ ક્લસ્ટર ચુકાઈ ગયું હોય તેવો ભય છે. આવું થશે તો એકસાથે કેસોનો વિસ્ફોટ થશે અને મોટી સંખ્યામાં દર્દીઓ આવશે. આ માટે જે ગંભીર કેસ તે તમામના સેમ્પલ લેવાઈ રહ્યા છે અને તેના માટે આખી સિસ્ટમ ઉભી કરાઈ છે. સૌથી મોટો ડાર્ક સ્પોટ જાગનાથમાં માતા-પુત્રના કેસ છે. આ બંનેને ક્યાંથી ચેપ લાગ્યો તે જાણી શકાયુ નથી. જ્યાં સુધી આવી લિંક ન મળે ત્યાં સુધી ચેઈન ન મળે તો પછી તેને તોડી કેમ શકાય. 


હિસ્ટ્રી જાણ્યા પછી નવા કેસ આવવા જરૂરી
જે લોકો વિદેશથી આવ્યા છે તે ત્રણેય કેસમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ, ટેસ્ટ બધુ જ કરીને ત્રણેય પોઝિટિવની લિંક અમે તોડી નાંખી છે. જાગનાથમાં માતા-પુત્રનો ચેપ, મોરબી અને જામનગર તેમને ક્યાંથી ચેપ લાગ્યો તેની કોઇ જ પુષ્ટિ થઈ નથી. કોરોનાનો ઈન્ક્યુબેશન પિરીયડ 28 દિવસ જેટલો છે તેથી ક્યાં‌થી ચેપ આવ્યો તે હિસ્ટ્રી જાણ્યા ઉપરાંત નવા કેસ આવવા જરૂરી છે. અત્યારે આખુ તંત્ર કોરોના પર ધ્યાન આપી રહ્યુ છે તેથી એ જ ઈચ્છનીય અને સારૂ છે કે દરરોજ એકાદ બે કેસ આવે જેથી તેની લિંક શોધી, ટ્રેસ કરીને ચેઈન તોડી શકાય અને કેસોની સંખ્યા વધતી અટકાવી શકાય. જો ખરેખર રાજકોટમાં કોઇ ચેપ નથી અને તેના કારણે જ કેસ નથી આવતા તેની ખરાઈ થાય તો આપણા માટે તેનાથી સારા સમાચાર કોઈ હોઈ ન શકે. બીજો રસ્તો એ છે કે કોરોનાનો ઈન્ક્યુબેશન પિરીયડ એટલે કે 28 દિવસ કરતા બમણા 56 દિવસ સુધી એકપણ કેસ ન આવે તો જ ચેઈન તૂટી ગઈ તે જાહેર કરી શકાય.’

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post