• Home
  • News
  • બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ- પરીક્ષા રદ કરાવવા ઉમેદવારો ત્રીજા દિવસે ટસ ના મસ થતાં નથી
post

સ્વર્ણિમ સંકુલ સામે બુધવારે સવારે 800થી વધારે ઉમેદવારો આજે ત્રીજા દિવસે પણ ટસના મસ થતાં નથી

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-06 11:10:24

ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલ સામે બુધવારે સવારે 800થી વધારે ઉમેદવારો આજે ત્રીજા દિવસે પણ ટસના મસ થતાં નથી. પરીક્ષા રદ કરોની માગ સાથે ઉમેદવારો જગ્યા છોડવા તૈયાર નથી. તેમની સાથે કોંગ્રેસના પરેશ ધાનાણી અને અમિત ચાવડા સહિતના નેતાઓ જોડાયા હતા અને રાતભર તેમની સાથે રહ્યા હતા.

પરેશ ધાનાણીએ કહ્યું પરીક્ષામાં ગોટાળા થયા તેને પ્રજા સમક્ષ પ્રેસ કરીને કોંગ્રેસે મૂક્યા હતા.તમારી લાગણી અને અમારી માંગણી એક જ છે. તમારી યુવાનોનો કિંમતી સમય કાઢીને રાતદિવસ ઉજાગરા કરો અને આટલો પ્રયાસ કરીને પરીક્ષા આપો. તમામ પરીક્ષાઓમાં પરીક્ષામાં પેપર ફોડીને ગોટાળો કર્યો છે. પરીક્ષા રદ કરો એ જ માંગણી છે, તો 10 લાખ યુવાનોના ભાવીને ધ્યાને રાખીને બિન સચિવાલયની પરીક્ષા રદ કરીને મેરિટવાળાને નોકરી આપવામાં આવે તેવી તમારી લાગણી અને માંગણીને લઈને ફરી પરીક્ષા યોજાઈ તે માટે અમિત ભાઈ સાથે ટેકો આપવા આવ્યા છીએ. પરીક્ષા રદ કરવા આવે તેને આવકારો કોઈપણ રાજકીય પક્ષ હોય પછી ભાજપનો ભ કે કોંગ્રેસનો ક. કાળો ચોર ટેકો દેવા આવે તો પરીક્ષા રદ કરાવવા આવે તો ટેકો લેજો. તમામ રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપો.

બુધવારથી શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે વેગ પકડતું જણાતા કોંગ્રેસ સહિતના રાજકારણીઓ પણ આંદોલનકારીઓને મળવા દોડી ગયા હતા. ગુરુવારે સૌ પ્રથમ શંકરસિંહ વાઘેલા પહોંચ્યા બાદ હાર્દિક પટેલ, કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ મોડી રાત્રે પહોંચ્યા હતા. કોંગી નેતાઓ આંદોલનકારીઓ સાથે જોડાયા હતા અને કોંગ્રેસ દ્વારા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીમાં પરીક્ષા આપનાર ઉમેદવારો લડત લડી રહ્યા છે. ત્યારે સવારે અજાણ્યા લોકોએ નાસ્તો કરાવ્યો હતો, બપોરે પોલીસે ભોજન અને રાત્રે કોંગ્રેસ દ્વારા અમિત ચાવડાએ ઉમેદવારોને ભાણું પીરસ્યું હતું. એટલું જ નહીં તેમની સાથે આખી રાત રોકાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post