• Home
  • News
  • ઉત્તર કોરિયાએ ટ્રમ્પને અણસમજુ બુઢ્ઢો કહ્યા
post

અમેરિકાએ ઉત્તર કોરિયા તરફથી આપવામાં આવતા ઉશ્કેરીજનક ભાષણો પર ચર્ચા માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠક બોલાવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-10 11:32:49

વોશિંગ્ટન: અમેરિકાએ ઉત્તર કોરિયા તરફથી આપવામાં આવતા ઉશ્કેરીજનક ભાષણો પર ચર્ચા માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠક બોલાવી છે. અમેરિકા ડિસેમ્બરમાં સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. તેથી આ મહિને મહત્વના મુદ્દાઓ પર ચર્ચાનો નિર્ણય ટ્રમ્પ પ્રશાસને કરવાનો છે. એક દિવસ પહેલાં જ ઉત્તર કોરિયાએ ટ્રમ્પની મજાક કરતાં તેમને અણસમજુ બુઢ્ઢા કહ્યા છે. સરકારી ન્યૂઝ એજન્સી કેસીએનએ તરફથી કહેવામાં આવ્યું છે કે, અમેરિકાએ 31 ડિસેમ્બર સુધી ઉત્તર કોરિયાને પ્રતિબંધોમાં છૂટનો પ્રસ્તાવ આપે, નહીં તો પરમાણુ સમજૂતી પર આગળ કોઈ વાત નહીં થાય.

ઉત્તર કોરિયાએ અમેરિકા સાથે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરવા માટે પહેલાં તેમના પર લગાવાવમાં આવેલા પ્રતિબંધો પર છૂટ માંગી છે. ટ્રમ્પે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે ઉત્તર કોરિયાને 2019ના અંત સુધીમાં આર્થિક પ્રતિબંધોમાં છૂટ આપી દેવામાં આવશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉન આ વિશે ઘણી વાર મુલાકાત કરી ચૂક્યા છે. જોકે અત્યાર સુધી ઉત્તર કોરિયાને કોઈ છૂટ આપાવમાં આવી નથી.

આ વિશે ઉત્તર કોરિયાએ નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમના વિદેશ મંત્રી કિમ સોંગે તાજેતરમાં જ કહ્યું છે કે, અમારે હવે અમેરિકા સાથે લાંબી વાતચીતની જરૂર નથી અને હવે સમજૂતીનો મોકો પૂરો થઈ ગયો છે. કિમ શાસને અમેરિકાને ચેતવણી આપી છે કે, આ વર્ષના અંત પહેલા પ્રતિબંધમાં છૂટનો નવો પ્રસ્તાવ રજૂ કરો જેથી પરમાણુ બિનપ્રસાર સંધિ પર આગળ વાતચીત થઈ શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post