• Home
  • News
  • માત્ર ઉંમર જ નહીં, અંધ થવાનો ખતરો પણ વધ્યો; જાણો કઈ રીતે નબળી પડી રહી છે ભારતીયોની દ્વૃષ્ટિ
post

બે ઈન્ટરનેશનલ એજન્સીઓના રિપોર્ટ મુજબ ડાયાબિટીઝની વધતી જતી અસર ભારતીયોની દ્વૃષ્ટિ પર પણ પડી રહી છે અને અંધત્વની મુશ્કેલી પણ વધી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 10:43:26

રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર ઓફિસના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પછી મેડિકલ જર્નલ લેન્સેટના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં લાઈફ એક્સપેક્ટેન્સી વધી ગઈ છે. એટલે કે જીવન લાંબુ થઈ ગયું છે. હવે બે ઈન્ટરનેશનલ એજન્સીઓના રિપોર્ટ મુજબ ડાયાબિટીઝનો રોગ વધી રહ્યો છે અને તેના કારણે ભારતીયોની નજર નબળી પડી રહી છે અને અંધત્વ (બ્લાઈડનેસ)ની પરેશાની વધી રહી છે.

આ એજન્સીના ડેટા મુજબ 1990માં 5.77 કરોડ લોકોને નજીકનું દેખાતું ન હતું, જ્યારે 2020માં આવા લોકોની સંખ્યા વધીને બમણી એટલે કે 13.76 કરોડ થઈ ગઈ છે. આ અપડેટમાં ભારત સહિત 112 દેશોમાં કરવામાં આવેલી 512 સ્ટડીના ડેટાને પણ સામેલ કરવામાં આવ્યા છે.

શું કહે છે VLEG અને IAPBનો રિપોર્ટ?

·         વિઝન લોસ એક્સપર્ટ ગ્રુપ (VLEG)એ ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડીની સાથે મળીને 2020માં ગ્લોબલ વિઝન લોસ બર્ડનના અનુમાન અપડેટ્સ કર્યા છે. જેમાં ત્રણ દશકામાં થયેલા ફેરફારો અને 2050 માટેના પૂર્વાનુમાન જણાવ્યા છે.

·         ઈન્ટરનેશનલ એજન્સી ફોર ધ પ્રિવેન્શન ઓફ બ્લાઈન્ડનેસ (IAPB) અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના જોઈન્ટ ઈનિશિએટિવ વિઝન 2020: ધ રાઇટ ટૂ સાઇટ માટે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે અંધત્વથી લોકોને કઈ રીતે બચાવી શકાય.

·         આ રિપોર્ટ મુજબ વિશ્વભરમાં 50.7 કરોડ લોકોની નજીકની દ્વૃષ્ટિ ખરાબ થઈ ગઈ છે. જેમાં 13.76 કરોડ લોકો માત્ર ભારતમાંથી જ છે. નિયર વિઝન લોસનો અર્થ છે કે નજીકની વસ્તુઓ પર ફોકસ ન કરી શકાય. જેને પ્રેસબાયોપિયા પણ કહેવામાં આવે છે. ડેટા કહે છે કે 40 વર્ષની ઉંમર પછી તેનું જોખમ વધી જાય છે.

·         નજરને મૉડરેટ અને સીવિયર નુકસાન થવાના મામલા પણ 1990ના 4.06 કરોડથી વધીને 2020માં 7.9 કરોડ થઈ ગયા છે. મૉડરેટ અને સીવિયર નુકસાનનો અર્થ છે દ્વૃષ્ટિનું 6/18થી 3/60 થવું. 3/60નો અર્થ છે કે સામાન્ય વ્યક્તિ જે 60 ફુટથી જોઈ શકે છે, તે હવે માત્ર 3 ફુટની નજીકનું જોઈ શકે છે. દ્વૃષ્ટિનું 3/60થી નબળી થવી અંધત્વની શરૂઆત હોય શકે છે.

દ્વૃષ્ટિ ખરાબ થવાનું શું કારણ હોય શકે છે?

·         મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત આ સ્ટડી મુજબ નજરનું મૉડરેટથી સીવિયર નુકસાનનું મુખ્ય કારણ ડાયાબિટીઝ છે. ભારતમં 1990માં 2.6 કરોડ ડાયાબિટીક લોકો હતા, જે 2016માં વધીને 6.5 કરોડ થઈ ગયા છે.

·         હાઈ કેલેરી ડાયટ, સુસ્ત જીવનશાલીના કારણે ટાઈપ-2 ડાયાબિટીઝ અને તેના કારણે અંધત્વનો ખતરો વધી રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ઈન્ડિયા ડાયાબિટીઝ સ્ટડી 2017 મુજબ 15 રાજ્યોમાં 7.3% લોકો ડાયાબિટીક હતા. ગામડાંઓમાં 5.2%ની તુલનાએ શહેરોમાં 11.2% લોકો ડાયબિટીક હતા.

·         IAPB મુજબ ભારતમાં 6માંથી એક ડાયબિટીક દર્દીને રેટિનોપેથી છે. ડાયાબિટીક લોકોમાં રેટિનોપેથી, કેટરેક્ટ, ગ્લૂકોમા અને કૉર્નિયલ કંડીશનના કારણે અંધત્વ થઈ શકે છે. ભારતમાં માઈલ્ડ અને સીવિયર નુકસાનના મામાલાઓમાં 65% કારણ આ જ છે.

ઉંમર અને અંધત્વનો શું સંબંધ છે?

·         વિશ્વભરના 100થી વધુ દેશોમાં કરવામાં આવેલી સ્ટડીના આંકડાના એનાલિસિસના આધારે આ આંકડા કાઢવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરમાં 78% દ્વૃષ્ટિહીન લોકો 50 વર્ષથી વધુની ઉંમરના છે. એટલે કે વધતી ઉંમરની સાથે માંસપેશી નબળા થવાથી તેમજ અન્ય સમસ્યાઓને કારણે અંધત્વ કે આંખ નબળી પડવાનો ખતરો વધી જાય છે.

·         ભારતમાં હાલ 92 લાખ લોકો દ્વૃષ્ટિહીન છે. 1990માં આ આંકડો 70 લાખ હતો. આ રીતે, ચીનમાં 89 લાખ દ્વૃષ્ટિહીન લોકો છે. આ આંકડાઓને જોતા વિશ્વની 49% દ્વૃષ્ટિહીન વસ્તી આ બંને દેશોમાં રહે છે.

  • ભારતમાં 300 લોકોમાંથી એક એટલે કે 0.36% વસ્તી દ્વૃષ્ટિહીન છે. 50 વર્ષથી ઉપરના 50 લોકોમાં એક એટલે કે (1.99%) વસ્તીને દેખાતું નથી. 40 લોકોમાંથી એક (2.55%)ની નજર નબળી છે. 50 વર્ષતી વધુ ઉંમરના સાતમાંથી એક વ્યક્તિ (13.76%)ની દ્વૃષ્ટિ નબળી છે.
  • 50 વર્ષથી વધુની ઉંમરવાળા લોકોમાં અંધત્વનું મુખ્ય કારણ યોગ્ય સમયે કેટરેક્ટ સર્જરી ન કરાવવાની, તેની સાથે જોડાયેલા કોમ્પિલકેશન, ગ્લૂકોમા છે. 6માંથી એક ડાયાબિટીક વ્યક્તિ રેટિનોપેથીનો સામનો કરે છે. તો, 18.6% બાળકો વિટામિ એની ઉણપના કારણે દ્વૃષ્ટિથી જોડાયેલી સમસ્યાનો સામનો કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post