• Home
  • News
  • અમેરિકાની 40 યુનિવર્સિટીમાં હવે જૈન ધર્મનો અભ્યાસક્રમ, અહિંસા-સાત્ત્વિક આહાર પર કોર્સ
post

યુએસમાં 2021માં 693 માસ શૂટિંગ્સ, જે પૈકી 34 ઘટના સ્કૂલમાં બની

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-21 11:10:27

વોશિંગ્ટન: અમેરિકામાં 2021માં 693 માસ શૂટિંગ્સની ઘટના બની. તેમાં 34 ઘટનાઓ સ્કૂલમાં થઈ. હિંસાના ઉકેલની આશામાં ફેડરેશન ઓફ જૈન એસોસિએશન નોર્થ અમેરિકા (જૈના)ના પ્રસ્તાવ પર હવે અમેરિકાના 40 યુનિવર્સિટીમાં જૈન ધર્મ પર કોર્સ શરૂ થશે. તેમાં જૈન ધર્મ પર પીએચડી તથા અહિંસા અને સાત્ત્વિક આહાર પર અલગ કોર્સ હશે.

પીએચડી સહિત 30થી વધુ કોર્સ
જે 40 વિશ્વવિદ્યાલયોએ જૈન ધર્મ પર પાઠ્યક્રમ શરૂ કરવા પર સહમતિ દર્શાવી છે તેમાં યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન (મેડિસિન), યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ, કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી (ફ્રેંસો કેલિફોર્નિયા), યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ એટ સ્ટોર્સ, કૈરીટૉસ કોમ્યુનિટી કોલેજ (લૉસ એન્જેલસ), યુનિવર્સિટી ઓફ ઇલિનૉય, યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (લૉસ એન્જેલસ) અને યુનિવર્સિટી ઇલિનૉય (અર્બાના) સામેલ છે. અહીં જૈન ધર્મ સાથે જોડાયેલા 30થી વધુ કોર્સ ભણાવવામાં આવશે. અમેરિકા ઉપરાંત ઈઝરાયલ, ગલ્ફ દેશ, એશિયામાં પણ આ પાઠ્યક્રમ શરૂ થશે.ભારતમાં બીએચયૂ અને નાલંદા યુનિવર્સિટીને પણ પ્રસ્તાવ આપવામાં આવશે.

જૈન ધર્મનું શિક્ષણ હવે સામયિક
જૈનાના અધ્યક્ષ ડૉ. સુલેખ જૈને જણાવ્યું કે હાલમાં વીગન અને નૉન વાયોલન્સ જેવા શબ્દો ઝડપથી લોકોની વચ્ચે બોલવામાં અને સાંભળવામાં આવી રહ્યા છે. જ્યારે જૈન ધર્મ અનેક હજાર વર્ષોથી આ જ વાતો કહી રહ્યો છે. અમને લાગ્યું કે લોકોને જૈન ધર્મની જાણકારી આપવી જોઈએ. તેથી વિશ્વવિદ્યાલયો સાથે સંપર્ક કર્યો.

વિશ્વવિદ્યાલયો સાથે મળી પાઠ્યક્રમ તૈયાર કરી રહી છે જૈના
અમેરિકા અને કેનેડામાં લગભગ 1.5 લાખ જૈન છે. જૈના સંસ્થા અમેરિકા, કેનેડા તથા યૂરોપના વિભિન્ન વિશ્વવિદ્યાલયોની સાથે મળી પાઠ્યક્રમ તૈયાર કરી રહ્યું છે. જેનો ખર્ચ અમેરિકામાં રહેનારા જૈન પરિવારો દ્વારા આપવામાં આવેલા ફંડથી ઉઠાવવામાં આવે છે. જૈન ધર્મ પર શોધ, પ્રોફેસરોને સંસ્કૃત, પ્રાકૃત અને હિન્દી ભાષા પર સ્પેશલાઇઝેશન કરવા, સિલેબસ તૈયાર કરવા, વિદ્યાર્થીઓની સ્કોલરશિપ પાછળ આ ફંડ ખર્ચાશે.

450 કરોડ રૂપિયા ખર્ચાશે, 96 કરોડ ડૉ. જશવંતે આપ્યા
આ કામમાં લગભગ 450 કરોડ રૂપિયા ખર્ચ થશે. પહેલા ચરણમાં 150 કરોડ ખર્ચ થશે જે જૈનાએ દાનથી એકત્ર કર્યા છે. તેમાં શિકાગોમાં રહેનારા ગુજરાતના ડૉ. જશવંત મોદીએ 96 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ડૉ. મોદી વ્યવસાયે ગેસ્ટોએન્ટ્રોલોજિસ્ટ છે. બીજા ચરણમાં 300 કરોડ રૂપિયા વિશ્વવિદ્યાલયો ખર્ચ કરશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post