• Home
  • News
  • રાજ્ય સરકારની અનલોકની ઉતાવળને કારણે ગુજરાતમાં કોરોના બેકાબુ; હવે, સુરતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન
post

સુપર સ્પ્રેડરના કારણે અમદાવાદ પછી સુરત અને હવે સૌરાષ્ટ્ર પણ હોટસ્પોટ બનવાની તૈયારીમાં જ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 11:55:58

અમદાવાદ: ગુજરાતમાં અનલોકની ઉતાવળના કારણે કોરોનાનો કહેર ધીમે ધીમે આખા રાજ્યમાં વધી રહ્યો છે. તેમાં પણ અમદાવાદ બાદ હવે સુરત હોટસ્પોટ બની ગયું છે. સુરતના હોટસ્પોટ બનવા પાછળનું મુખ્ય કારણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન હોવાનું બહાર આવી રહ્યું છે. હવે એવો પણ ભય છે કે સુરતમાં ધંધા રોજગાર બંધ થવાની સાથે કારીગરો સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લામાં રવાના થઈ રહ્યા છે, જેના કારણે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસો વધવા લાગ્યા છે.

સુરતમાં ચોક્કસ વિસ્તારમાં જ કેસો વધ્યા
ગુજરાતમાં કોરોના બેકાબુ બનવા પાછળ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ જવાબદાર હોવાનું વારંવાર નિષ્ણાતો દ્વારા તારણ કાઢવામાં આવ્યું હતું. અમદાવાદ હોટસ્પોટ બન્યું ત્યારે પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન હોવાનું કહેવાયું હતું. પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના બીજા સ્ટેજ પર જ હોવાનું રટણ કરવામાં આવતું હતું, પરંતુ કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું સ્વીકાર કરવા કોઈ તૈયાર ન હતી. આ જ પ્રમાણે હવે અમદાવાદ જેવું જ કોમ્યુનિટી ટ્રાન્સમિશન સુરતના ભીડભાડવાળા વિસ્તારમાં થઈ રહ્યું છે. કેમ કે, કેટલાક ચોક્કસ વિસ્તારમાં જ કેસો વધી રહ્યા છે,

ધંધા-રોજગાર બંધ થતાં કારીગરોએ વતનની વાટ પકડી
હવે એવો પણ ભય છે કે, સુરત હોટસ્પોટ બનતા અને ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવતા કારીગરો વતન ભાગવા લાગ્યા છે. જેમાં સુરતમાં મોટાભાગના સૌરાષ્ટ્ર ના હોવાથી તેઓ સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયા છે. જેના કારણે સુરતમાંથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન હવે સૌરાષ્ટ્ર તરફ વળી શકે છે.

લોકડાઉન ખુલતા કોરોના સ્પેડર બહાર નીકળ્યા
આ ઉપરાંત ગુજરાતના હોટસ્પોટ વિસ્તારમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન વધતું જતું હોવા છતાં રાજ્ય સરકારે આવા વિસ્તારમાં લોક ડાઉન ખોલીને હિડેન પોઝિટિવ સ્પ્રેડરને બહાર નીકળવા દીધા હતા. હોવી જયારે અમદાવાદ બાદ સુરત પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશનમાં આવી ગયું અને સૌરાષ્ટ્રમા પણ કેસો વધવા લાગ્યા ત્યારે વેપાર ધંધા બંધ કરાવવાની ફરજ પડી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post