• Home
  • News
  • UAE સરકારે બદલ્યો કાયદો:હવે વિદેશી નાગરિકોને 100% મળશે માલિકી હક, લોકલ પાર્ટનરની જરૂરિયાત નહીં
post

આ નિર્ણય મુજબ હવે અહીં વ્યવસાય કરી રહેલા વિદેશી નાગરિકોને સમગ્ર ઓનરશીપની અનુમતિ આપવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 10:57:21

સંયુક્ત આરબ અમીરાત(UAE)ની સરકારે કોરાનાનો સામનો કરવા માટે પોતાના કાયદામાં ફેરફાર કર્યો છે. આ નિર્ણય મુજબ અહીં વ્યવસાય કરી રહેલા વિદેશી નાગરિકોને સમગ્ર ઓનરશીપની અનુમતિ આપવામાં આવી છે. તેનાથી અહીં વિકાસ થવાની શકયતા છે. સંશોધિત કાયદો 1 ડિસેમ્બરથી લાગુ થશે.

UAE નાગરિકના સપોર્ટ વગર કરી શકો છો બિઝનેસ
અહીંની સરકાર દ્વારા આપવામાં આવેલા નવા આદેશ પછી કોઈ પણ વિદેશી નાગરિક કોઈ પણ પ્રકારની રોક-ટોક અને UAE નાગરિકના સપોર્ટ વગર પોતાનો વેપાર શરૂ કરી શકશે. કારણ કે આ દેશમાં રોકાણ એ તમામ ક્ષેત્રોમાંથી આવી રહ્યું છે, જ્યાં વિદેશીઓને પૂર્ણ માલિકીનો હક આપવામાં આવ્યો છે. ભારતનું ટાટા ગ્રુપ પણ સંપૂર્ણ માલિકી વાળી સહાયક કંપનીના માધ્યમથી દુબઈ અને અન્ય જગ્યાઓ પર પોતાના ઘરેણા અને ઘડિયાળની બ્રાન્ડ્સ તનિષ્ક અને ટાઈટનના ઘણા સ્ટોર ખોલી રહ્યું છે.

ટાઈટનને થશે ફાયદો
ટાઈટન કંપની લિમિટેડના ઈન્ટરનેશનલ બિઝનેસ ડિવિઝનના મુખ્ય સંચાલન અધિકારી(COO) કુરવિલા માર્કેસે કહ્યું કે કંપની દ્વારા સંચાલિત આઉટલેટ્સ ગ્રાહકોને ટાઈટનની સીધી ઉપલબ્ધિ આપે છે. સાથે જ ઓપરેશનની હકીકતને સારી રીતે સમજવામાં મદદ કરે છે. ટાઈટનની આ વર્ષમાં 10થી વધુ સ્ટેન્ડઅલોન આઉટલેટ્સ ખોલવાની યોજના છે. રિટેલ જ એક એવું ક્ષેત્ર રહ્યું છે જ્યાં લોકલ સ્પોન્સરશીપને અલગ રૂપમાં જોવામાં આવે છે.

ટેસ્લાએ 2017ની શરૂઆતમાં દુબઈમાં પગ મૂક્યો હતો
આ પહેલાએ ટેસ્લાએ 2017ની શરૂઆતમાં દુબઈમાં પગ મૂક્યો અને પોતાના વેચાણ તથા સર્વિસિંગ ઓપરેશનના માધ્યમથી રિટેલનો સમગ્ર માહોલ બદલી નાંખ્યો છે. એપલે પણ પોતાના સ્ટોરને કઈક આ રીતે જ ખોલ્યા હતા. ટાટા ગ્રુપ તેના રિટેલ ક્ષેત્રમાં તનિષ્ક અને ટાઈટન બ્રાન્ડની સાથે સંયુક્ત અારબ અમીરાતમાં પૂર્ણ માલિકીના હક વાળી દુકાનોની સાથે આગળ વધી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post