• Home
  • News
  • હવે શાહરુખ નેટફ્લિક્સ, એમેઝોનની સામે ટકરાશે, પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું
post

શાહરુખ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-16 12:04:45

શાહરુખ ખાનની સો.મીડિયા પોસ્ટે ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે. શાહરુખે સો.મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, 'કુછ કુછ હોને વાલા હૈ, OTTની દુનિયામાં.' આ સાથે જ શાહરુખે પોતાની એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે થમ્સ અપ કરે છે અને સાથે લખ્યું છે, SRK+. આ પોસ્ટ પરથી માનવામાં આવે છે કે શાહરુખ નવું ડિજિટલ પ્લેટફોર્મ લઈને આવે છો. જોકે, એક ચર્ચા એવી પણ છે કે શાહરુખ ખાને ડિઝ્ની પ્લસ સાથે કોલોબ્રેશન કર્યું છે.

સેલેબ્સે શુભેચ્છા પાઠવી
સલમાન ખાન, કરન જોહર, અનુરાગ કશ્યપ સહિતના સેલેબ્સે શાહરુખ ખાનને શુભેચ્છા પાઠવી હતી.

નવી જાહેરાતમાં અનુરાગ કશ્યપ સાથે જોવા મળશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહરુખ ખાન નવા પ્રોમોમાં અનુરાગ કશ્યપ સાથે જોવા મળશે. તે અનુરાગને ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાના માટે સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું કહે છે અને બંનેની વાતચીત શરૂ થાય છે.

હાલમાં 'પઠાન'ના શૂટિંગમાં વ્યસ્ત
શાહરુખ ખાન હાલમાં 'પઠાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ છે. શાહરુખ છેલ્લે 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post