• Home
  • News
  • હવે ભારતીય ઝડપી બોલર્સનો સુવર્ણ કાળ:17 વર્ષમાં 150+ની ગતિએ બોલિંગ કરતા 7 બોલર્સનું ડેબ્યૂ, આ પહેલાં આવા માત્ર 2 બોલર્સ હતા, પરિણામ- વિદેશોમાં જીત વધી
post

છેલ્લા 10 વર્ષમાં પેસર્સને 922 જ્યારે સ્પિનર્સને 877 વિકેટ મળી, પ્રારંભિક 79 વર્ષમાં સ્પિનર્સ જ આગળ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-18 15:40:55

નવી દિલ્હી : 150+થી વધુની ગતિએ બોલિંગ કરનાર ઉમરાન અને 145+ની ગતિએ બોલિંગ કરવાની ક્ષમતા રાખતા અર્શદીપને ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયા છે. બંનેને આયર્લેન્ડના પ્રવાસે જનારી ટીમમાં તક આપવામાં આવી છે. જે દર્શાવે છે કે ભારતમાં ઝડપી બોલિંગ મજબૂત થઈ રહી છે. જેની પ્રથમ ઝલક 2014માં લૉર્ડ્સ પર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ દરમિયાન જોવા મળી હતી.

પાંચમા દિવસે અંતિમ સેશન હતું. ભારતને જીત માટે 6 વિકેટની જરૂર હતી. રુટ ક્રિઝ પર હતો. ત્યારે ઈશાંતના નેતૃત્ત્વમાં ભારતીય બોલર્સે ઈંગ્લિશ ખેલાડીઓ સામે બાઉન્સરનો મારો ચલાવ્યો. પરિણામે ભારતે 6 વિકેટ ઝડપી અને 1986 બાદ લૉર્ડ્ઝ પર ઐતિહાસિક જીત મેળવી. ભારતીય ઝડપી બોલર્સનો આ ડર ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દ.આફ્રિકા અને વિન્ડીઝ જેવી ટીમમાં આજે પણ યથાવત્ છે. ભારતે ગત 8 વર્ષમાં વિદેશી ધરતી પર 18 ટેસ્ટ મેચ જીતી. જેમાં ગાબા, સેન્ચુરિયન, જ્હોનિસબર્ગ, ઓવલના મેદાન પર ઐતિહાસિક જીત સામેલ છે.

2000 થી 2017 સુધી ભારતે SENA (દ.આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશોમાં 50 માંથી 8 ટેસ્ટ જીતી હતી. 2018 થી 2022 દરમિયાન ભારતે 9 ટેસ્ટ જીતી. ટેસ્ટ ચેમ્પિયનશિપની 17 મેચમાં ભારતીય પેસર્સે 22.15ની એવરેજથી 303 વિકેટ ઝડપી હતી. આંકડાઓ થકી જાણીએ કઈ રીતે ટીમમાં ઝડપી બોલર્સનું યુનિટ મજબૂત થયું....

5 બોલર્સવાળી સ્ટ્રેટેજીઃ શાસ્ત્રીએ કહ્યું હતું કે- પિચ જેવી પણ હોય, અમને 20 વિકેટ જોઈએ
કોહલીના આક્રમક અભિગમને કારણે જ ટીમ 5 ઝડપી બોલર્સ સાથે ટેસ્ટ રમવા લાગી. એશિયા બહાર ભારત 4 ઝડપી બોલર અને 1 સ્પિનર સાથે રમવા લાગ્યું. પરિણામ એ રહ્યું કે- ભારતે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝને તેમના ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં હરાવ્યું. ઈંગ્લેન્ડમાં 3 અને દ.આફ્રિકામાં 2 ટેસ્ટ જીતી. નિષ્ણાંતોએ કહ્યું કે,‘વિરાટ કોહલી ઝડપી બોલર્સ સાથે ઉતરવાનું પસંદ કરે છે. ધોની વિદેશોમાં પણ સ્પિનર્સ પર ભરોસો રાખતો હતો.

ગતિ જરૂરી કે પછી લાઈન લેન્થ? : નિષ્ણાત
IPL
માં દિગ્ગજ ડેલ સ્ટેને ઉમરાન મલિકને કહ્યું હતું કે,‘લાઈન લેન્થની ચિંતા ન કરતો. તારી તાકાત પર ધ્યાન આપ. જેટલી ઝડપે બોલિંગ કરી શકતો હોય તું કર. પૂર્વ કેરેબિયન ઝડપી બોલર ઈયાન બિશપે કહ્યું કે,‘ઉમરાન જેવા યુવા બોલર ઝડપથી શીખતા હોય છે. આઈપીએલમાં બોલર્સની ગતિની સાથે લાઈન-લેન્થ પર પણ ફોક્સ કરવામા આવે છે. તેના કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તર માટે તૈયાર થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post