• Home
  • News
  • હવે ઓન હેન્ડ સેલરી ઓછી આવશે:29 શ્રમ કાયદાઓને બદલે 4 નવા શ્રમ કાયદાઓ બન્યા; 50% કરતાં ઓછી નહિ હોય સેલરી, PFમાં હવે વધારે પૈસા કપાશે
post

નોકરિયાત વર્ગો માટે દેશમાં અત્યાર સુધી 29 શ્રમ કાયદાઓ લાગુ હતા. કેન્દ્ર સરકારે ફેરફાર કરતાં તેની સંખ્યા 29થી 4 કરી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 18:18:58

મોદી સરકાર ચોંકાવનાર નિર્ણયો માટે જાણીતી છે. એક વખત ફરી આ સરકારે નોકરિયાત લોકોને ચોંકાવ્યા છે. કેન્દ્ર સરકારે સેલરીના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. તેને લીધે તમારી ટેક હોમ સેલરી ઓછી થઈ જશે.

નોકરિયાત વર્ગો માટે દેશમાં અત્યાર સુધી 29 શ્રમ કાયદાઓ લાગુ હતા. કેન્દ્ર સરકારે ફેરફાર કરતાં તેની સંખ્યા 29થી 4 કરી દીધી છે. આ કાયદાઓ છે- વ્યવસાયિક સુરક્ષા કાયદો, સ્વાસ્થ્ય અને કાર્યની સ્થિતિ, ઓદ્યૌગિક સંબંધ અને સામાજિક સુરક્ષા કાયદો. આગામી 1 એપ્રિલથી નવા કાયદાઓ લાગુ થવા જઈ રહ્યા છે. અર્થાત 1 મેની સેલરીથી તેની અસર જોવા મળશે.

સૌ પ્રથમ સેલરીનું ગણિત સમજો
નોકરી કરનાર લોકો 2 શબ્દોથી પરિચિત હોય છે. પ્રથમ CTC અર્થાત કોસ્ટ ટુ કંપની અને બીજો ટેક હોમ સેલરી અર્થાત ઓન હેન્ડ સેલરી.
1. CTC: CTC
અર્થાત તમારા કામમાં કંપનીનો કુલ ખર્ચ. તે તમારી કુલ સેલરી હોય છે. આ સેલરીમાં તમારી બેઝિક સેલરી સામેલ હોય છે. આ સિવાય હાઉસ અલાઉન્સ, મેડિકલ અલાઉન્સ, ટ્રાવેલ અનાઉન્સ, ફૂડ અલાઉન્સ અને ઈન્સેટિવ હોય છે. આ તમામ વસ્તુ મળી તમારી ટોટલ સેલરી નક્કી થાય છે. તેને CTC કહેવાય છે.

2. ટેક હોમ સેલરી: જ્યારે તમારા હાથમાં સેલરી આવે છે તો તે તમારાં CTC કરતાં ઓછી હોય છે. કારણ કે કંપની CTC અર્થાત કુલ સેલરીના કેટલાક પૈસા PF માટે કાપે છે. તો કેટલાક મેડિકલ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ તરીકે કાપે છે. આ સિવાય અન્ય કેટલીક વસ્તુઓ માટે પણ કંપની સેલરી કટ કરતી હોય છે. આ બધી વસ્તુઓ બાદ થયાં બાદ તમારાં હાથમાં જે સેલરી આવે છે તેને ઓન હેન્ડ સેલરી કહેવાય છે.

તમારી સેલરી કેવી રીતે ઓછી થશે?
જેમની બેઝિક સેલરી CTC 50% છે, તો તેમને કોઈ ખાસ ફર્ક નહિ પડે, પણ જેમની બેઝિક સેલરી CTCના 50% નથી તેમને વધારે ફર્ક પડશે. કારણકે આ નિયમો હેઠળ હવે કોઈની પણ બેઝિક સેલરી CTCના 50%થી ઓછી ના હોઈ શકે.

જો કે, PFનાં રૂપિયા તમારી બેઝિક સેલરી માંથી કપાય છે, જે બેઝિક સેલરીના 12% હોય છે. એટલે કે બેઝિક સેલરી જેટલી વધારે હશે એટલો PF વધારે કપાશે. પહેલાં લોકો ટોટલ CTCમાંથી બેઝિક સેલરી ઓછી કરીને અલાઉન્સ વધારી લેતા હતા. તેનાથી ટેક્સમાં છૂટ મળતી હતી અને PF પણ ઓછો કપાતો હતો. તેનાથી ઓન-હેન્ડ સેલરી વધી જતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post