• Home
  • News
  • હવે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની રાજીનામાની ચીમકી
post

મહેસૂલ મંત્રાલયમાં ફાઇલ પેન્ડિંગ હોવાથી અધિકારીઓ પર ગુસ્સે થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 08:53:31

ગાંધીનગર: સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના કામ નહીં થતાં તેમણે રાજીનામું આપ્યું અને પરત ખેંચી પણ લીધું, પણ તેમના જિલ્લાના અન્ય ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો તો સાતમા આસમાને છે. તેમના વિસ્તારના કામ થતાં હોવાથી તેમણે રાજીનામાની ચીમકી આપી અધિકારીઓે અંગે એવા શબ્દો ઉચાર્યા છે જે અહીં અમે લખી શકીએ તેમ નથી.

કૌશિકભાઇએ મારું કામ નથી કર્યું, તેઓ જુઠ્ઠા છે: મધુ શ્રીવાસ્તવ
વાઘોડિયાના તળમાં મંદિર બનાવવા મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલી વિભાગ પાસે મંજૂરી માગી હતી. મહેસૂલ મંત્રીના કાર્યાલયમાં ફોન કરી શ્રીવાસ્તવના અંગત મદદનીશે જણાવ્યું હતું કે, મધુભાઇનું કામ આજે પણ નહીં થાય તો તેઓ રાજીનામું આપી દેશે. અંગે જ્યારે શ્રીવાસ્તવને ફોન કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, કૌશિકભાઇએ હજુ મારું કામ કર્યું નથી, તેઓ જૂઠ્ઠા છે.


ઉલ્લેખનીય છે કે, અગાઉ ગઈકાલે ધારાસભ્ય કેતન ઈનામદારે અધિકારીઓ કામ કરતા હોવાનો આરોપ લગાવી રાજીનામું આપ્યું હતું. જોકે રાજીનામું તેમણે પરત ખેંચી લીધું છે. મધુ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યુ હતું કે, હું કોઇના દમ મારવાથી ડરતો નથી. હું કોઇ ફાઇલ પેન્ડિંગ રાખતો નથી. મધુભાઇની ફાઇલ ત્વરિત મંગાવી તેની મંજૂરી માટે મેં પ્રક્રિયા કરી નાંખી છે.

adv

Related News

post
post
post
post
post
post
post