• Home
  • News
  • Nupur Sharma ને Mumbra પોલીસે સમન પાઠવ્યું, 22 જૂને હાજર થવું પડશે
post

પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીનો મામલો ગરમાઈ રહ્યો છે. ભાજપના સસ્પન્ડેડ પ્રવક્તા નુપુર શર્માની મુશ્કેલીઓ પણ વધી રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-07 16:46:02

મુંબઈ: પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીનો મામલો ગરમાઈ રહ્યો છે. ભાજપના સસ્પન્ડેડ પ્રવક્તા નુપુર શર્માની મુશ્કેલીઓ પણ વધી રહી છે. હવે મહારાષ્ટ્રની મુંબ્રા પોલીસે આ મામલે તેમને સમન પાઠવ્યું છે. નુપુરે 22 જૂનના રોજ મુંબ્રા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલીપ વલસે પાટિલે કહ્યું હતું કે નુપુર શર્માએ જે પ્રકારે પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરી તેને લઈને કેસ દાખલ થયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને તેમના વિરુદ્ધ શું કાર્યવાહી  થશે તે અંગે નિર્ણય લેવાશે. 

દિલ્હી પોલીસે સુરક્ષા આપી
બીજી બાજુ દિલ્હી પોલીસે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા પ્રવક્તા નુપુર શર્મા અને તેમના પરિવારને સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. અધિકારીઓએ આ જાણકારી આપી. નુપુર શર્માએ વિવાદિત ટિપ્પણી બાદ મારી નાખવાની ધમકીઓ મળવાની ફરિયાદ કરી હતી અને શર્માએ આ ધમકીઓનો હવાલો આપીને પોલીસ પાસે સુરક્ષાની અપીલ કરી હતી. 

પોલીસના જણાવ્યાં મુજબ શર્માએ 28 મેના રોજ સાઈબર સેલ શાખામાં વિવિધ વ્યક્તિઓ સામે મારી નાખવાની ધમકીઓ આપવા મામલે એક ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આઈપીસીની કલમ 506, 507, 509 હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન શર્માએ કેટલીક વ્યક્તિઓ સામે એક વધુ ફરિયાદ પણ દાખલ કરી. ફરિયાદની તપાસ બાદ આ કેસમાં આઈપીસીની કલમ 153એ પણ જોડવામાં આવી. મામલાની તપાસ ચાલુ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post