• Home
  • News
  • કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં જોઇન્ટ કમિશનર પતિએ મામલતદાર પત્નીને ત્રાસ આપતા કહ્યું- ‘તું કોરોના લાવી મારા બાળકો-મમ્મીને મારી નાખવા માંગે છે’
post

ભાવનગર કસ્ટમમાં ફરજ બજાવતા પતિ સામે સુરતની મામલતદારે દહેજની ફરિયાદ નોંધાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 11:50:34

ખટોદરા સુમન દેસાઈની વાડીમાં વિસત વિહા બંગલોઝમાં રહેતા અને ભાવનગરના કસ્ટમ એકસાઇઝ ડિપાર્ટમેન્ટમાં જોઇન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા મિહીર રાયકા અને તેની માતા સુરેખા રાયકા સામે સુરતમાં રહેતી મામલતદાર પત્નીએ દહેજ મામલે ખટોદરા પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.

જોઇન્ટ કમિશનરના વર્ષ 2010માં લગ્ન થયા હતા અને બે સંતાન છે
બીજી તરફ સાસુએ વહુ દિપલ, તેની માતા હર્ષિદા ભારાઈ, પિતા અમરા ભારાઈ તેમજ ભાઈ વિસ્મયની સામે જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાવ્યો હતો. જોઇન્ટ કમિશનરના વર્ષ 2010માં લગ્ન થયા હતા અને બે સંતાન છે. જોઇન્ટ કમિશનરની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું કે, મારા પતિએ મને કહ્યું કે, તું કોરોનાની બિમારી લઈને આવે છે અને મારા બાળકો અને મારી મમ્મીને મારી નાખવા માંગે છે એવું કહી સતત બે માસ સુધી ઘરમાં ઘુસવા દીધી ન હતી.

પત્નીનું ગળું દબાવવાની કોશિશ કરી ઢીકામુક્કીનો માર માર્યો
ત્યાર પછી પણ પતિએ આઈવીએફ સેન્ટરમાં કેમ નથી આવતી, અને તું ક્યારે મને દીકરો આપીશ કહીને ઝઘડો કરી પત્નીનું ગળું દબાવવાની કોશિશ કરી ઢીકામુક્કીનો માર માર્યો હતો. આ સમયે સાસુએ પણ રૂમમાં આવી માર્યો હતો. જેના કારણે પરિણીતાએ 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કર્યો હતો. મહિલા સ્ટાફે ત્યાં આવી બન્ને જણાને ખટોદરા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં બન્ને સામ-સામી ફરિયાદો નોંધાવી હતી. બીજી તરફ સાસુએ વહુની વિરૂધ્ધમાં ગુનો નોંધાવ્યો હતો. જેમાં પુત્રવધૂએ સાસુને ધમકી આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post