• Home
  • News
  • કેટ-વિકીના લગ્ન પર ઓમિક્રોન ઇફેક્ટ:બહુ ઓછા મહેમાનોને આમંત્રણ આપશે, વિરાટ-અનુષ્કા દીકરી સાથે સામેલ થશે
post

કેટરીના કૈફ તથા વિકી કૌશલ 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં લગ્ન કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-29 15:11:42

સાઉથ આફ્રિકાથી આવેલો નવો કોરોના વેરિયન્ટ ઓમિક્રોનનો ડર કેટ-વિકીના લગ્નમાં પણ જોવા મળ્યો છે. લગ્નની ચર્ચા વચ્ચે ઇન્વાઇટેડ ગેસ્ટના નામ પણ સામે આવી રહ્યા છે. કપલ નવ ડિસેમ્બરના રોજ સવાઈ માધોપુરના ફોર્ટ બરવાડામાં લગ્ન કરવાના છે. હવે મહેમાનોમાં કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગેસ્ટ લિસ્ટમાં મહેમાનોની બાદબાકી કરવાનો નિર્ણય કોરોનાના નવા વેરિયન્ટને કારણે લેવામાં આવ્યો છે.

બ્રિટિશ મૂળની કેટરીનાના લગ્નમાં ઇન્ટરનેશનલ ગેસ્ટ પણ આવવાના છે. ઓમિક્રોનને કારણે સરકારની નવી ગાઇડલાઇન્સ આવ્યા બાદ વિદેશથી મહેમાન આવી શકશે કે નહીં તે અંગે શંકા છે. કેટના પરિવાર ઉપરાંત પેરુ (સાઉથ અમેરિકા)નો ફોટોગ્રાફર મારિયો ટેસ્ટિનોનું નામ પણ સામેલ છે.

દીકરી વામિકા સાથે અનુષ્કા-વિરાટ હાજર રહેશે
મહેમાનોની યાદીમાં અનુષ્કા-વિરાટનું નામ પણ છે. બંને દીકરી વામિકા સાથે રાજસ્થાનમાં આવશે. કેટ તથા અનુષ્કાએ ફિલ્મ 'ઝીરો' તથા 'જબ તક હૈ જાન'માં સાથે કામ કર્યું છે.

લગ્ન માટે 45થી હોટલ બુક કરવામાં આવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણથંભોરમાં મોટી હોટલની સંખ્યા બહુ જ ઓછી છે અને તેથી જ અંદાજે 45 હોટલ બુક કરવામાં આવી છે. વેડિંગ ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે અને તેથી જ મહેમાનો આ 45 હોટલમાં રોકાશે. સ્થાનિક હોટલ્સે અન્ય બુકિંગ લેવાનું પણ બંધ કરી દીધું છે. આ હોટલ માત્રને માત્ર કેટ-વિકીના લગ્નમાં હાજર રહેનાના મહેમાનો માટે જ હશે.

શશાંક ખેતાન જાનમાં આવશે
કરન જોહર, ફરાહ ખાન, ઝોયા અખ્તર બાદ હવે ડિરેક્ટર શશાંક ખેતાન પણ આ લગ્નમાં સામેલ રહેશે. 7 ડિસેમ્બરના રોજ સંગીત સેરેમની છે અને ફરાહ ખાન તથા કરન જોહર કોરિયોગ્રાફી કરવાના છે. ઝોયા એક્ટ્રેસ તરફથી હાજર રહેશે, જ્યારે શશાંક ખેતાન જાનમાં આવશે. વરુણ ધવન, શાહરુખ ખાન પણ લગ્નમાં આવશે.

પહેલાં કોર્ટ મેરેજ
વિકી કૌશલ તથા કેટરીના કૈફ પહેલાં કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ રાજસ્થાનમાં બે વિધિથી લગ્ન કરશે.

ડેલ્ટા વરિયન્ટથી પણ વધુ જોખમી
સાઉથ આફ્રિકામાંથી મળેલા નવા કોરોના વેરિયન્ટે વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. આ વેરિયન્ટને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં દક્ષિણ આફ્રિકામાં 200%થી વધુ કેસ વધી ગયા છે. કહેવાય છે કે આ નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસથી પણ વધુ જોખમી છે. અનેક દેશોએ દક્ષિણ આફ્રિકાથી આવનારી ફ્લાઇટ્સ પર બૅન મૂકી દીધો છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ પણ આ નવા વેરિયન્ટને 'વેરિયન્ટ ઓફ કન્સર્ન' કેટેગરીમાં રાખ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post