• Home
  • News
  • ઓમિક્રોનથી યુવાનોને વધુ જોખમ:દક્ષિણ આફ્રિકાના ચિંતિત વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, કહ્યું- થોડા સપ્તાહ પછી સ્થિતિ વધારે ગંભીર થવાની શક્યતા
post

દાખલ થયેલા દર્દીઓમાં મોટાભાગની ઉંમર 40 વર્ષ કરતા ઓછી

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-02 13:58:37

કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોને ફરી એક વખત દુનિયામાં ડર ફેલાવી દીધો છે. 20થી વધારે દેશોમાં તેનું સંક્રમણ ફેલાયુ હોવાનો ખુલાસો થયો છે. આ નવા વેરિયન્ટની ઓળખ સૌથી પહેલાં દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કરી હતી અને WHOને તેની ગંભીરતા વિશે માહિતી આપી હતી. વૈજ્ઞાનિકો આ નવા વેરિયન્ટ વિશે વધુને વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે. જોકે હવે દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ એમિક્રોન વિશે નવી ચેતવણી જાહેર કરી છે.

દક્ષિણ આફ્રિકાના મુખ્ય નિષ્ણાત વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઓમિક્રોન કેટલો ઘાતક છે અને લોકો પર તેનો કેટલો પ્રભાવ પડી રહ્યો છે તે હાલ કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું છે કે, કોરોનાનો આ નવો વેરિયન્ટ હાલ યુવા વર્ગને વધારે પ્રભાવિત કરી રહ્યો છે. હાલ આ બિમારીને સામાન્ય ના ગણવી જોઈએ. અમે પણ હજી આ વેરિયન્ટ વિશે પુરતી માહિતી ભેગી કરી રહ્યા છીએ. 2-3 સપ્તાહ પછી અમે આ વિશે પૂરતી માહિતી મેળવી શકીશું.

મોટા ભાગના દર્દીઓ 40 વર્ષ કરતાં નાના
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, અમુક દર્દીઓ દાખલ થયા છે તેમાંથી મોટા ભાગના યુવા છે. મોટાભાગના લોકોની ઉંમર 40 વર્ષ કરતા નાની છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકલ ડિસીસ (NICD)ના જણાવ્યા પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના કેસ હવે બમણી સંખ્યામાં વધી રહ્યા છે. ઓમિક્રોન સ્ટ્રેન પણ હવે અહીં સંપૂર્ણ રીતે ફેલાઈ ગયો છે. પોતાના પ્રેઝન્ટેશનમાં NICDના પ્રમુખ મિશેલ ગ્રૂમે કહ્યું છે કે, લેટેસ્ટ ઈન્ફેક્શન મોટા ભાગે યુવાનોમાં થઈ રહ્યું છે. અમને એવું લાગી રહ્યું છે કે, થોડા સમય પછી સ્થિતિ વધારે ગંભીર થઈ શકે છે.

સાઉથ આફ્રિકામાં ખૂબ ઓછા લોકો વેક્સિનેટેડ
KRISP
જીનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટના એક એક્સપર્ટ રિચર્ડ લેસેલ્સે કહ્યું કે, જો આ વાયરસ અને વિરેયન્ટ પૂરી ક્ષમતાથી જનતામાં ફેલાઈ રહ્યો છે તો પણ તેમાં જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકોને વધારે અસર થવાની શક્યતા છે. આ વાત જ અમને દેશ માટે વધારે જોખમી લાગે છે. પશ્ચિમી દેશો અને ચીનની સરખામણીએ દક્ષિણ આફ્રિકામાં વેક્સિનનો દર ખૂબ ઓછો છે. 1.3 અબજ લોકોમાંથી મહાદ્વીપમાં માત્ર 6.7% લોકોને સંપૂર્ણ વેક્સિન મળી છે. કાંગો ડેમોક્રેટિક રિપ્બિલકમાં 100 મીલિયન લોકોમાંથી માત્ર 0.1% લોકોને વેક્સિન આપવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકાની સરકાર અને વૈજ્ઞાનિકોએ 25 નવેમ્બરે નવા વેરિયન્ટની જાહેરાત કરી હતી. ત્યારપછી WHOએ તેને ઓમિક્રોન નામ આપ્યું છે. નવા વેરિયન્ટની શોધ થયા પછી અમેરિકા, યુરોપીય સંઘ, કેનેડા, ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોએ ઘણાં દક્ષિણ આફ્રિકાના દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાલી દીધો છે. જ્યારે અમુક દેશોએ દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઈટ પર પણ પ્રતિબંધ લગાવી દીધા છે.

adv

Related News

post
post
post
post
post
post
post