• Home
  • News
  • ક્રિકેટ જગતમાં ઓમિક્રોનનો કહેર:ઈન્ડિયન ટીમનો દ.આફ્રિકા પ્રવાસ એક સપ્તાહ ટળી શકે છે, BCCIએ ટીમ સિલેક્શનને હોલ્ડ પર રાખ્યું
post

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 3 ટેસ્ટના બદલે 2 ટેસ્ટ પર પણ વિચાર કરવામાં આવી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-02 13:44:55

ઓમિક્રોન વેરિયન્ટના જોખમને જોતા ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા ટૂરમાં ફેરફાર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડ આ ટૂરને એક સપ્તાહ સુધી ટાળી શકે છે. જોકે, અત્યારસુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ભારતનો દ.આફ્રિકામાં 3 ટેસ્ટ, 3 વનડે અને 4 T20 મેચ રમવાની છે. જો બધુ બરાબર રહ્યું તો ઈન્ડિયન ટીમ 9 ડિસેમ્બરથી દ.આફ્રિકા જઈ શકે છે.

દક્ષિણ આફ્રિકામાં કોરોના સંક્રમણને જોતા સ્થિતિ સતત ગંભીર થઈ શકે છે. અહીં પ્રાપ્ત થયેલા કોવિડનો ઓમિક્રોન વેરિયન્ટ દુનિયાના 24 દેશો સુધી પહોંચી ગયો છે. ઘણા દેશોમાં તો દ.આફ્રિકાથી આવતી ફ્લાઈટ્સ સામે પણ પ્રતિબંધ લાદી દેવાયો છે.

BCCI સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે
ન્યૂઝ એજન્સી ANIના BCCIના સૂત્રોએ કહ્યું હતું કે અમે સિરીઝ એક સપ્તાહ આગળ રાખવા પણ વિચાર કરી રહ્યા છીએ. ખેલાડીઓની સુરક્ષા અમારો પ્રાથમિક મુદ્દો રહેશે. અમે સતત આ અંગે દક્ષિણ આફ્રિકી બોર્ડ સાથે સંપર્કમાં પણ રહીએ છીએ. આ તમામ પરિસ્થિતિના પરિણામે BCCIએ દક્ષિણ આફ્રિકા ટૂર માટે ટીમ સિલેક્શનને પણ હોલ્ડ પર રાખ્યું છે.

સ્પોર્ટ્સ મિનિસ્ટરે કહ્યું- BCCIએ સરકાર સાથે વાત કરવી જોઈએ
સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે BCCIએ ટીમ મોકલતા પહેલા સરકાર સાથે વાત કરવી જોઈએ. તેણે કહ્યું હતું કે માત્ર BCCI જ નહીં, તમામ બોર્ડે પોતાની ટીમને એવા દેશમાં મોકલતા પહેલા સરકાર સાથે વાત કરવી જોઈએ જ્યાં જોખમ હોય. BCCIએ ટીમને દક્ષિણ આફ્રિકા મોકલતા પહેલા સરકાર સાથે વાત કરવી પડશે.

3 ટેસ્ટ મેચોને બદલે 2 ટેસ્ટ રમાઈ શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 3 ટેસ્ટના બદલે 2 ટેસ્ટ પર પણ વિચાર કરવામાં આવી શકે છે, જેથી ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જતા પહેલા થોડો સમય મળી શકે. નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખીને, BCCI અને CSAએ કહ્યું છે કે ખેલાડીઓ સખત બાયોબબલમાં હશે. આ સિવાય દક્ષિણ આફ્રિકામાં ખેલાડીઓની હવાઈ મુસાફરી પણ ઘણી ઓછી હશે, જેથી તેઓનો બહાર કોઈ સંપર્ક ન રહે.

 

adv

Related News

post
post
post
post
post
post
post