• Home
  • News
  • Omicron Variant:નવા વેરિયન્ટની પહેલી તસવીર સામે આવી, ઓમિક્રોન વ્યક્તિ પ્રમાણે સ્વરૂપ બદલી રહ્યો છે; ડેલ્ટા કરતાં વધુ મ્યૂટેશન
post

રિસર્ચ ટીમે જણાવ્યું હતું કે ઓમિક્રોન માણસના શરીરમાં પ્રોટીનના દરેક ક્ષેત્રમાં હાજર છે અને સતત માનવ કોશિકાઓના સંપર્કમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-29 14:30:01

કોરોના વાઇરસના નવો ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીએ કેટલાય ગણો વધારે મ્યૂટેશન થઈ રહ્યો છે. આ વાતનો ઘટસ્ફોટ ઓમિક્રોનની પહેલીવાર સામે આવેલી તસવીરથી થયો છે. રોમની બેમબિનો ગેસુ હોસ્પિટલે આ નવા વેરિયન્ટની પહેલીવાર તસવીર પ્રકાશિત કરી છે. નવા વેરિયન્ટ પર રિસર્ચ કરતી ટીમે રવિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે નવી તસવીરનું વિવિધ ત્રણ પ્રકારે રિસર્ચ કર્યા પછી ખબર પડી છે કે નવો વેરિયન્ટ માણસોના પ્રકાર પ્રમાણે બદલી રહ્યો છે. તે પોતાને જે-તે વ્યક્તિ પ્રમાણે અનુકૂળ બનાવી રહ્યો છે. એ ઉપરાંત એ સતત મ્યૂટેટ થઈ રહ્યો છે.

માનવ કોશિકાઓ સાથે સંપર્કમાં છે નવો વેરિયન્ટ
રિસર્ચ ટીમે જણાવ્યું હતું કે ઓમિક્રોન માણસના શરીરમાં પ્રોટીનના દરેક ક્ષેત્રમાં હાજર છે અને સતત માનવ કોશિકાઓના સંપર્કમાં છે. જોકે એનો અર્થ એવો નથી એ તે વધારે જોખમી છે કે ઓછો. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ વેરિયન્ટ ડેલ્ટા અથવા અન્ય કોઈ વેરિયન્ટની સરખામણીએ કેટલો જોખમી એ વિશે માહિતી મેળવવા માટેનું રિસર્ચ બાકી છે. આ રિસર્ચ પછી જ કહી શકાશે કે એમાં પ્રાકૃતિક ફેરફાર છે કે તેના પર કોઈ વસ્તુ અસર કરી રહી છે. એ ઉપરાંત એ કેટલો જોખમી છે એ રિસર્ચ પછી જ ખ્યાલ આવશે. બોત્સાવાના અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા વેરિયન્ટ વિશેના એક સ્ટડીના આધારિત આ તસવીર પ્રકાશિત કરવામાં આવી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ રિસર્ચ કરી રહ્યું છે
નવા વેરિયન્ટ પર વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) પણ હાલ કઈ સ્પષ્ટ માહિતી આપી શકે એમ નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યારે હાલ જે પણ માહિતી મળી છે એ ખૂબ પ્રાથમિક છે. આ સંજોગોમાં કોઈપણ નિર્ણય પર પહોંચવા માટે રિસર્ચની જરૂર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિશ્વવિદ્યાલયોમાં કરવામાં આવેલા પ્રાથમિક રિસર્ચ યુવા વર્ગ પર કરવામાં આવ્યા છે. યુવા વર્ગમાં પહેલેથી જ કોઈ ખાસ ગંભીર બીમારી નથી હોતી, તેથી તેમના પર ડિટેલ્સ રિપોર્ટ આવવામાં થોડાં સપ્તાહનો સમય લાગે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકામાં ઝડપથી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, પરંતુ એને શોધવાનું બાકી છે કે તેનું કારણ ઓમિક્રોન છે કે બીજું કંઈક.

adv

Related News

post
post
post
post
post
post
post