• Home
  • News
  • ટૂર્નામેન્ટથી થનાર કમાણી પર BCCI ટ્રેઝરરે કહ્યું- આ પૈસા ગાંગુલી, જય શાહ કે મારા ખિસ્સામાં જતા નથી, દેશના વિકાસમાં ખર્ચવામાં આવે છે
post

ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યું- તમારે ખુશ થવું જોઈએ કે રમત પર પૈસા ખર્ચ કરવાને બદલે તેનાથી કમાણી થઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 12:08:45

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ટ્રેઝરર અરુણ ધૂમલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)થી થનાર ભારે કમાણી અંગે જવાબ આપ્યો. ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફો સાથે વાત કરતાં ધૂમલે કહ્યું કે આ નાણાં બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ કે મારા ખિસ્સામાં જતા નથી. આ તમામ નાણાં દેશ અને ખેલાડીઓના વિકાસમાં ખર્ચવામાં આવે છે.

29 માર્ચથી શરૂ થનાર IPL કોરોનાવાયરસને કારણે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. આ અંગે ધૂમલે કહ્યું કે હવે ટૂર્નામેન્ટ યોજવામાં વધારે વિલંબ થવો જોઈએ નહીં. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર T-20 વર્લ્ડ કપ સ્થગિત થાય તો બોર્ડ તેની જગ્યાએ IPL કરાવી શકે છે. ધૂમલે કહ્યું કે, વર્લ્ડ કપ અંગે ટૂંક સમયમાં ICCએ નિર્ણય લેવો જોઈએ.

ઘણા લોકોને રોજગાર પણ મળે છે
ધૂમલે કહ્યું કે, IPL ત્યારે જ થશે જ્યારે રમત માટે સુરક્ષિત સ્થિતિ હશે. અહીં સંપૂર્ણ મુદ્દો એ છે કે IPL એ પૈસા બનાવવાની મશીન છે. પણ આ પૈસા કોણ લે છે? આ બધા પૈસા ખેલાડીઓ અને દેશના વિકાસ, પ્રવાસ, પર્યટન અને ઉદ્યોગ-વેપાર તરફ જાય છે. તે કોઈ અધિકારીના ખિસ્સામાં જતા નથી, તો પછી શા માટે વિપક્ષ વારંવાર આ પૈસાની વાત કરે છે. આ નાણાં ખેલાડીઓ અને ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલા લોકોના રોજગાર માટે છે. "

BCCI હજારો કરોડ રૂપિયાનો ટેક્સ ભરે છે
ટ્રેઝરરે કહ્યું, "મીડિયાએ પણ પોતાનો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ અને ટૂર્નામેન્ટ યોજવાના ફાયદા બતાવવા જોઈએ. જો BCCI હજારો કરોડ રૂપિયાનો ટેક્સ ભરે છે, તો તે દેશના વિકાસમાં રોકાણ કરવામાં આવે છે. તે પૈસા સૌરવ ગાંગુલી કે જય શાહ કે મારા ખિસ્સા પર નથી જતો. ખરું ને? તમારે ખુશ થવું જોઈએ કે રમતો પર પૈસા ખર્ચવાને બદલે કમાવવામાં આવી રહ્યા છે."