• Home
  • News
  • કાશ્મીરમાં આતંકી હુમલામાં એક નાગરિકનું મોત, ત્રણ જવાન ઘાયલ
post

જવાનોના ગોળીબારમાં નાગરિકનું મોત થયું હોવાનો સ્થાનિક પક્ષોનો દાવો, વિવાદ વચ્ચે તપાસની માગણી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-25 11:10:35

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સીઆરપીએફ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સામસામે થયેલા ગોળીબારમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું.

જેને પગલે કાશ્મીરના રાજકીય પક્ષો દ્વારા આ મામલે મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો અને તપાસની માગણી કરવામાં આવી છે. અહીંની એક નાકાપાર્ટીએ સીઆરપીએફ પર હુમલો કરાયો હતો. જેના જવાબમાં જવાનોએ ગોળીબાર કરતા આ ઘટના બની હોવાના અહેવાલો છે. 

બીજી તરફ ધરપકડ કરાયેલો એક પાકિસ્તાની આતંકી માર્યો ગયો હતો. જ્યારે ત્રણ સુરક્ષા જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. પૂંચના જંગલોમાં ચાલી રહેલા જોઇન્ટ ઓપરેશન દરમિયાન આ ઘટના સામે આવી હતી. પૂંચમાં છેલ્લા 14 દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ ઓપરેશન શરૂ થયું તેના પ્રથમ દિવસે સૈન્યના નવ જવાનો શહીદ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા એક આતંકીને લઇને જવાનો જઇ રહ્યા હતા ત્યારે જ લશ્કરે તોયબાના આતંકી દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં પાક.નો આ આતંકી માર્યો ગયો હતો.

આ આતંકીની અગાઉ ધરપકડ થઇ ચુકી છે પણ તે છુટીને ભાગી ગયો હતો અને પૂંચના એ વિસ્તારમાં છુપાયો હતો કે જ્યાં સૈન્ય દ્વારા આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.  પૂંચમાં 13 દિવસ પહેલા આતંકીઓેએ હુમલો કર્યો હતો જેમાં નવ જવાનો શહીદ થયા હતા. તે બાદથી અહીંના જંગલોમાં આ ઓપરેશન ચાલી રહ્યું છે. 

કાશ્મીરમાં 12 હજાર કરોડનું રોકાણ આવ્યું : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાત માટે ગયા હતા. તેમની ત્રણ દિવસની આ મુલાકાત દરમિયાન અમિત શાહે જમ્મુના ભગવતી નગરમાં રેલીને સંબોધી હતી. જે દરમિયાન તેમણે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનંુ નામ લીધા વગર કહ્યું હતું કે છેલ્લા સાત દસકામાં જમ્મુ કાશ્મીરનો વિકાસ ન થયો તે બદલ આ ત્રણ પરિવારે લોકોને જવાબ આપવો પડશે. આ દરમિયાન તેમણે કહ્યું હતંુ કે 12000 કરોડ રૂપિયાનું રોકાણ યુનિયન ટેરેટરીમાં આવી ગયું છે. અને વર્ષ 2022 સુધીમાં આ રોકાણનું પ્રમાણ વધારીને 51000 કરોડ કરવાનો ટાર્ગેટ છે. જેનાથી રાજ્યમાં પાંચ લાખ લોકોને નોકરી મળી રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post