• Home
  • News
  • ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ
post

લોકડાઉનમાં વ્યસની લોકોને મસાલા, તમાકુ, સિગારેટ મળતી બંધ થતા તસ્કરો પાનની દુકાન સાફ કરી ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 10:03:58

રાજકોટ:  ભાવનગરમાં વધુ એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ 30 રિપોર્ટ પૈકી 1 પોઝિટિવ અને 29 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ મહિલા ભાવનગરના વડવા વિસ્તારની રહેવાસી છે. આ સાથે ભાવનગરમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 14 થયો છે. 


રાજકોટમાં કુલ 4 દર્દીઓને રજા આપવામાં આવી
જ્યારે રાજકોટમાં કોરોના વાઇરસના વધુ એક દર્દીના તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. રાકેશ હાપલીયા નામના દર્દીને સિનર્જી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દર્દીના સતત બીજા દિવસે તમામ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 4 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજકોટમાં આજે સતત સાતમાં દિવસે શહેરના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. શહેરના 10માંથી10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 251 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના 177માંથી 9 પોઝિટિવ અને 168 નેગેટિવ. રાજકોટ ગ્રામ્યમાં 44માંથી 43 નેગેટિવ અને 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટમાં 93 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે જ્યારે 1593લોકો ઓબ્ઝર્વેશન બહાર છે. લોકડાઉનનો આજે 13મો દિવસ છે. રાજકોટ પોલીસ દ્વારા આજે જાહેરનામાના ભંગના 706 કેસ કરવામાં આવ્યા છે. 706 કેસમાં 923 વ્યક્તિની ધરપકડ કરાઇ છે. 1587 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

રાજકોટમાં પાનની દુકાનમાં ચોરી 

લોકડાઉનમાં લોકોને મસાલા, તમાકુ, સિગારેટ મળતી બંધ થઇ ગઇ છે. આથી તેના પણ છાનેખૂણે કાળા બજાર થઇ રહ્યા છે. તસ્કરો હવે પાનની દુકાનોને નિશાન બનાવી રહ્યા છે. શહેરના મવડી રોડ પર આવેલી એક પાનની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોપારી તમાકુ અને સિગારેટ સહિતની વસ્તુઓ ઉપાડી દુકાન સાફ કરી નાખી હતી. પાનના ધંધાર્થીએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 


પોલીસે ઘોડેસવારી કરી પેટ્રોલીંગ કર્યું

ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વરમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ડીસીપી ઝોન-1  રવિ મોહન સૈની તથા એસીપી રાઠોડની રાહબરીમાં ઘોડેસવાર પોલીસ મારફતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને લાઉડસ્પીકરથી ઘરોમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી.

કલેક્ટર કચેરીએ મહિલાઓનું ટોળુ ઉમટ્યું

રાજકોટમાં યોગ્ય જમવાનું ન મળતું હોવાના આક્ષેપ સાથે મહિલાનું ટોળુ કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. હાલ લોકડાઉન ચાલુ હોય મહિલાઓએ 144નો ભંગ કર્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, સુવિધા મળતી નથી, બધુ બંધ છે, દવા લેવી હોય તો રૂપિયા નથી. કામ-ધંધા બંધ થઇ ગયા છે. બધા એમ કહે છે કે સુરત અને મુંબઇમાં દીધું પરંતુ રાજકોટની પ્રજાને કંઇ દીધું નથી.

સાવરકુંડલામાં  પોલીસ સાથે માથાકૂટ કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો 

સાવરકુંડલાની પઠાણફળીમાં પોલીસ સાથે માથાકૂટ કરનાર બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. ફરજમાં રૂકાવટ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ગુનો નોંધાયો છે. લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 23 લોકો વિરૂદ્ધ  ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયામાં પોલીસ વિરૂદ્ધની ગેરમાર્ગે દોરવા માટે ખોટી પોસ્ટ  વાઇરલ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. પોલીસે એલગ એલગ ગુનાઓ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post