• Home
  • News
  • સુદાનના ઝૂમાં 5 આફ્રિકન સિંહને યોગ્ય જમવાનું ન મળતા શરીર પર હાડપિંજર દેખાયા, લોકોએ પીએમ પાસે મદદ માગી
post

સોશિયલ મીડિયા યુઝર્સે #Sudananimalrescue કરીને સિંહને બચાવવા ઓનલાઇન કૅમ્પેન શરુ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 09:58:57

સુદાનઆફ્રિકાના સૌથી મોટા દેશ સુદાનના પ્રાણી સંગ્રહાલયના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. સુદાનમાં આવેલ ખારતોમ-અલ-કુરેશી પાર્કમાં 5 આફ્રિકન સિંહ દયનીય હાલતમાં દિવસો પસાર કરી રહ્યા છે. 5 આફ્રિકન સિંહને યોગ્ય સારવાર અને ખાવાનું મળતું હોવાથી તેઓ જીવતાં હાડપિંજર જેવાં દેખાઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સે સિંહોને બચાવવા માટે ઓનલાઇન કૅમ્પેન શરુ કર્યું છે. તેઓ દેશના વડાપ્રધાનને મદદ કરવા માટે વિનંતી કરી રહ્યા છે.

 

પાંચેય આફ્રિકન સિંહને પહેલી નજરે જોતાં કોઈ પણ કહી શકે છે કે તેમને દવા અને જમવાનું મળતું નથી. સોશિયલ મીડિયા પર #Sudananimalrescue કરીને લોકો સિંહને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

પાર્કના મેનેજરે કહ્યું-રોજ જમવાનું આપીએ તેટલા રૂપિયા નથી

સોશિયલ મીડિયા પર ફોટોઝ વાઇરલ થતાં પાર્કના મેનેજરે જણાવ્યું કે, દરરોજ આફ્રિકન સિંહને જમવાનું આપવું તે અમારા માટે શક્ય નથી. ઘણી વખત અમે અમારે પોતાના રૂપિયામાંથી પણ ભોજન ખરીદવું પડે છે. પાર્કનું મેનેજમેન્ટ સુદાનની રાજધાની ખરતુમની મ્યુનિસિપાલિટી સંભાળે છે, ક્યારેક પાર્કને પ્રાઇવેટ દાન પણ મળે છે.

રવિવારે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા ફોટોઝ પછી આફ્રિકન સિંહોને બચાવવા માટે સ્થાનિકો, સ્વયંસેવકો અને પત્રકારો જોડાયા છે.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post