• Home
  • News
  • 2016માં ભાજપના સાંસદે માજી સૈનિક પર કરેલા હુમલાની તપાસનો આદેશ
post

પાટીલ અને તેમના સાથીઓ પર નિવૃત્ત અધિકારી સોનુ મહાજન પર જીવલેણ હુમલો કરવાનો આરોપ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 12:18:25

કાંદિવલીમાં નેવીના નિવૃત્ત અધિકારી મદન શર્મા પર શિવસૈનિકો દ્વારા હુમલો અને ત્યાર પછી તેમની ગણતરીની મિનિટોમાં જામીન મળવાને મામલે ભાજપ આક્રમક બની છે ત્યારે મહાવિકાસ આઘાડીના ગૃહ રાજ્ય મંત્રી અનિલ દેશમુખે ભાજપ વિરુદ્ધ જૂનો મામલો બહાર કાઢ્યો છે. 2016માં તત્કાલીન ભાજપી વિધાનસભ્ય ઉન્મેષ પાટીલ દ્વારા એક નિવૃત્ત નેવીની અધિકારી પર કરાયેલા હુમલાની તપાસનો આદેશ દેશમુખે મંગળવારે આપ્યો હતો.

પાટીલ અને તેમના સાથીઓ પર નિવૃત્ત અધિકારી સોનુ મહાજન પર જીવલેણ હુમલો કરવાનો આરોપ છે. દેશમુખનું કહેવું છે કે ભાજપ સરકારે તે અધિકારીને ન્યાય આપ્યો નહોતો. જોકે આ પ્રકરણે ઘણી બધી અરજીઓ આવી છે. આથી હવે તેની તપાસ કરવામાં આવશે. રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે આરોપ કર્યો હતો કે 2016થી મહાજન ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે. તે સમયે ઉન્મેષ વિધાનસભ્ય હતા, જેઓ પછી સાંસદ બન્યા હતા. દેશમુખે દાવો કર્યો છે કે 2019માં હાઈ કોર્ટે આ પ્રકરણે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કોઈ કાનૂની કાર્યવાહી કરાઈ નહોતી. આમ, સરકાર હવે ભાજપને ભીંસમાં લેવા પ્રયાસ કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post