• Home
  • News
  • Australian Open 2021 માં ચેમ્પિયન બની ઓસાકા, જીત્યું ચોથુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ
post

Naomi Osaka Win Australian Open 2021: જાપાનની ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકાએ જેન બ્રોડીને સીધા સેટોમાં હરાવીને બીજુ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું છે. તેણે ફાઇનલ મુકાબલામાં 6-4 અને 6-3થી જીત મેળવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 17:14:23

સિડનીઃ જાપાનની મહિલા ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકા (Naomi Osaka) એ જેન બ્રોડીને સીધા સેટોમાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન 2021 (AUS OPEN 2021) નું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. તેણે ફાઇનલ મુકાબલામાં 6-4, 6-3થી જીત મેળવી છે. આ તેનું બીજુ ઓસ્ટ્રેલિયન ઓપન, જ્યારે ઓવરઓલ ચોથુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. મહત્વનું છે કે ઓસાકાએ મહિલા સિંગલના પ્રથમ સેમિફાઇનલમાં 39 વર્ષીય સેરેનાને 6-3, 6-4થી હરાવી હતી. 

21 મેચથી અજેય
આ પહેલા 2018માં યૂએસ ઓપનના ફાઇનલમાં સેરેનાને હરાવનારી ઓસાકા ચોથીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. તેણે પોતાના વિજય અભિયાનને 21 મેચો સુધી પહોંચાડી દીધું છે. જાપાનની ત્રીજી વરીયતા પ્રાપ્ત ઓસાકાએ પાછલા વર્ષે પણ યૂએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું, જ્યારે 2019માં તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બની હતી. 

પ્રથમવાર ફાઇનલમાં પહોંચી હતી બ્રોડી
અમેરિકાની 22મી વરીય બ્રોડીએ સેમિફાઇનલમાં ચેક ગણરાજ્યની કારોલિના મુચોવાને ત્રણ સેટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં  6-4, 3-6, 6-4થી પરાજય આપ્યો હતો. બ્રોડી પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. ઓસાકાએ તેને પાછલા વર્ષે યૂએસ ઓપનની સેમિફાઇનલમાં હરાવી હતી. 

રવિવારે પુરુષ વર્ગની ફાઇનલ
બીજીતરફ રવિવારે પુરૂષ સિંગલમાં વર્લ્ડ નંબર 1 સર્બિયાના નોવાક જોકોવિચનો મુકાબલો રશિયાના ડેનિલ મેદવેદેવ સામે થશે. જોકોવિચે સેમિફાઇનલમાં 114મી રેન્ક ધરાવતા અસલાન કરાત્સેવને 6-3, 6-4, 6-2થી પરાજય આપ્યો હતો. તો વર્લ્ડ નંબર-4 મેદવેદેવે પાંચમી સીડ યૂક્રેનના સ્ટેફાનોસ સિતસિપાસને 6-4, 6-2, 7-5થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 

adv

Related News

post
post
post
post
post
post
post