• Home
  • News
  • ઓસ્કર નોમિનેટેડ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શૉ'ના બાળકલાકારનું નિધન:15 વર્ષના રાહુલનો કેન્સરે જીવ લીધો, પિતાએ કહ્યું- 'અમારો પરિવાર ભાંગી પડ્યો’
post

'છેલ્લો શો' ફિલ્મના ડાયરેક્ટર અને લેખક પેન નલિનની સેમી ઓટોબાયોગ્રાફિકલ ફિલ્મ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-11 18:34:49

ભારત તરફથી ઓસ્કર માટે આ વર્ષની સત્તાવાર એન્ટ્રી બનેલી છેલ્લો શોફિલ્મનાં છ બાળકો પૈકીના એક એવા 15 વર્ષીય રાહુલ કોળીનું લ્યુકેમિયા (બ્લડ કેન્સર)ને કારણે 2 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાહુલનો ઇલાજ ચાલતો હતો અને તેનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરવાનું હતું.​​​​​​

મૂળ હાપામાં રહેતા રાહુલને થોડા મહિના પહેલાં તાવ આવવાનો શરૂ થયો. દવાઓ કરાવ્યા પછી પણ વારંવાર તાવ આવવાને કારણે વધુ તપાસ કરાવતાં લ્યુકેમિયાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેને ઇલાજ માટે જામનગર અને ત્યારપછી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો.​ રાહુલ માત્ર 15 વર્ષનો હતો. આ ફિલ્મના શૂટિંગ બાદ તેના પરિવારને આ બીમારી વિશે જાણ થઈ હતી. હવે આ ફિલ્મના રિલીઝના થોડા દિવસ પહેલાં જ તેમના નિધનથી સૌ કોઈ ચોંકી ગયા છે.

રાહુલના પિતા રામુ કોળી હાપા ખાતે રિક્ષાચાલક છે. પોતાના વહાલસોયા દીકરાને આવી ગંભીર બીમારી લાગુ થયા બાદ, તેમણે દીકરાના ઇલાજ માટે પોતાની રિક્ષા પણ ગિરવે મૂકી દીધી હતી. પછીથી ફિલ્મની કાસ્ટ-ક્રૂને રાહુલની બીમારી વિશે જાણ થતાં તેમણે રાહુલના પિતાની રિક્ષા છોડાવી અને ઇલાજ માટે પણ નાણાકીય સહાય કરી.

અમારો પરિવાર ભાંગી પડ્યો છે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાસાથે વાત કરતાં રાહુલના પિતાએ કહ્યું, ‘રવિવારે 2 ઓક્ટોબરે તેણે નાસ્તો કર્યો હતો, ત્યાર બાદ તેને વારંવાર તાવ આવી રહ્યો હતો. એ પછી તેને ત્રણ વખત લોહીની ઊલટી થઈ હતી, એ બાદ તેનું મોત નીપજ્યું હતું. તેના મૃત્યુથી અમારો પરિવાર ભાંગી પડ્યો છે, પરંતુ આપણે તેની ફિલ્મ 'છેલ્લો શો' રિલીઝના દિવસે એટલે કે 14 ઓક્ટોબરે સાથે જોઈશું. '

જામનગરમાં પ્રાર્થનાસભા
રાહુલના પરિવારે સોમવાર (10 ઓક્ટોબર)ના રોજ જામનગર પાસે તેમના ગામ હાપામાં તેના માટે પ્રાર્થનાસભા રાખી હતી. 'છેલ્લો શો'માં રાહુલે ખૂબ જ સારું કામ કર્યું છે અને ફિલ્મ ફેસ્ટિવલમાં તેનાં કામનાં ખૂબ જ વખાણ થયાં. ફિલ્મમાં રાહુલ અને ભાવિન સિવાય ઋચા મીના, ભાવેશ શ્રીમાળી, પરેશ મહેતા અને ટિયા સબેશ્ચિયને મુખ્ય પાત્ર ભજવ્યાં છે.

2020માં ફિલ્મનું શૂટિંગ પૂરું થયું હતું
'
છેલ્લો શો' ફિલ્મના ડાયરેક્ટર અને લેખક પેન નલિનની સેમી ઓટોબાયોગ્રાફિકલ ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ માર્ચ 2020માં પૂરું થઈ હતું, ત્યાર બાદ દેશભરમાં લોકડાઉન શરૂ થયું હતું. ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનનું કામ કોરોના મહામારી દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

'છેલ્લો શો'ની સ્ટોરી શું છે?
'
છેલ્લો શો' (લાસ્ટ ફિલ્મ શો) ફિલ્મમાં ગામના એક નાના બાળક સમયની વાત કરવામાં આવી છે. આ બાળકને ફિલ્મોથી ખૂબ જ લગાવ હોય છે. ગુજરાતના ચલાળા ગામમાં બાળકો ફિલ્મ જોવા માટે પ્રોજેક્શન રૂમમાં એક સિનેમા પ્રોજેક્ટર ટેક્નિશિયનની મદદથી પહોંચે છે અને અનેક ફિલ્મો જુએ છે. ફિલ્મ જોઈને તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. ફિલ્મમાં સિંગલ સ્ક્રીન સિનેમા કલ્ચરને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.

બે દિગ્ગજ ફિલ્મને ટકકર આપી ઓસ્કરમાં પ્રવેશી
​​​​​​‘
ધ કાશ્મીર ફાઇલ્સઅને ‘RRR’ જેવી દિગ્ગજ ફિલ્મોને પાછળ છોડીને 'છેલ્લો શો' ફિલ્મ ઓસ્કર માટે સતાવાર નોમિનેટ થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post