• Home
  • News
  • ચીનના રાજદૂતે કહ્યું- આપણી ઈકોનોમિ એક-બીજા પર ટકેલી છે, તેને જબરજસ્તીથી અલગ કરવાથી નુકસાન થશે
post

ગલવાનની અથડામણ પછી ભારત ટિકટોક સહિત ચીનની 106 એપ પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 11:57:22

નવી દિલ્હી: ચીને ગુરુવારે કહ્યું કે ભારતથી તેની ઈકોનોમિને અલગ કરવાથી બંને દેશોને નુકસાન થશે. ચીનના રાજદૂત સુન વીડોન્ગ કહ્યું કે તેમનો દેશ ભારત માટે સ્ટ્રેટેજિક ખતરો નથી. ચીનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે થોડા દિવસો પહેલા ચાઈનીસ એપ પર પ્રતિબંધ મૂક્યો છે અને બોર્ડર પર બંને દેશોની વચ્ચેનો તણાવ ચાલુ છે.

ચીનના રાજદૂત ભારત-ચીન સંબંધો પર ઈન્સ્ટીટયુટ ઓફ ચાઈનીસ સ્ટડીઝ, દિલ્હી તરફથી થયેલા વેબિનારમાં બોલી રહ્યાં હતા. તેમણે સહયોગના વલણ પર ભાર મૂકતા કહ્યું છે કે કોઈ એકને નુકસાન પહોંચાડવાનો વિચાર ન રાખવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આપણી વ્યવસ્થા એકબીજા પર ટકેલી છે. તેને બળજબરીથી અલગ કરવી તે ટ્રેન્ડની વિરુદ્ધ છે, તેનાથી માત્ર નુકસાન જ થશે.

સરકારે રંગીન ટીવીની આયાત પર પ્રતિબંધ મૂક્યો
ડોમેસ્ટિક મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવા અને ચીન જેવા દેશો પાસેથી બિનજરૂરી વસ્તુઓનું ઈમ્પોર્ટ ઓછું કરવાના હેતુંથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટીવી સેટના સૌથી મોટા એક્સપોર્ટરમાં ચીન સામેલ છે.

વેપારમાં સહયોગથી ઈન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ: ચીન
બીજી બાજુ ચીનના રાજદૂતે કહ્યું કે, 2018-19માં ભારતમાં 92% કોમ્પ્યુટર, 82% ટીવી, 80% ઓપ્ટિકલ ફાઈબર, 85% મોટરસાઈકલ કમ્પોનેટ ચીનથી ઈમ્પોર્ટ થયા. તેનાથી વેપારમાં ગ્લોબલાઈઝેશનની જાણ થાય છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, આ ટ્રેન્ડ બદલવો મુશ્કેલ છે. ભારત-ચીન વચ્ચે ટ્રેડ કો-ઓપરેશનથી મોબાઈલ ફોન, હાઉસહોલ્ડ ચીન-વસ્તુઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર, ઓટોમોબાઈલ મેકિંગ અને મેડિસિન જેવી ઈન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ વધ્યું છે.

ચીનના સૈનિકો દરેક મોરચા પરથી પાછળ નથી હટ્યા: ભારત
ભારતે પૂર્વી લદ્દાખમાં ચીનના સૈનિકોનો પાછળ હટવાનો દાવો નકારી દીધો છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, લદ્દાખમાં સૈનિકોની પીછે હટ કરવાની પ્રોસેસ હજી પૂર્ણ નથી થઈ. તેના માટે કમાન્ડર લેવલની વાતચીતનો બીજો રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ કરાશે. આશા છે કે, ચીન સીમા પર શાંતિ માટે ટૂંક સમયમાં ગંભીરતા દાખવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post