• Home
  • News
  • બેટિંગમાં આપણા ખેલાડી પ્રભાવી, 14માંથી 11 વખત 80+ સ્કોર ભારતીયોના નામે, બોલિંગમાં વિદેશીઓનો દબદબો
post

લીગની 4 સદી ભારતીય ખેલાડીઓએ ફટકારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-22 10:06:12

આઈપીએલ-13ની લગભગ બે તૃતિયાંશ મેચ પૂરી થઈ ચુકી છે. બેટિંગમાં અત્યાર સુધી 14 વખત 80+ સ્કોર બન્યો છે. જેમાં 11 ખેલાડી એટલે કે, 79%એ આટલો સ્કોર બનાવ્યો છે. મંગળવાર સુધી લીગમાં 38 મેચ રમાઈ છે, જેમાં 4 સદી બની છે. જે તમામ ભારતીયોના નામે છે. ટોપ-5 હાઈએસ્ટ સ્કોરરમાં 4 ભારતીય છે, બોલિંગમાં વિદેશી ખેલાડી ભારતીયોથી આગળ છે. રબાડા દર 12મા બોલે એક વિકેટ લે છે.

મયંક-ધવને બે-બે વખત 80+ સ્કોર કર્યો, ચારેય સદી ઓપનરોએ ફટકારી
ધવન અને મયંકે બે વખત 80+ સ્કોર બનાવ્યો છે. ઈશાન, બેરસ્ટો, કોહલી, શ્રેયસ અય્યર, ડૂપ્લેસિસ, સેમસન, વોટ્સન, રાહુલ ત્રિપાઠી અને મુંબઈના કેપ્ટન રોહિતે 1-1 વખત આ સિદ્ધિ મેળવી છે. 200+ રન બનાવનારા ખેલાડીઓના સ્ટ્રાઈક રેટમાં મુંબઈનો પોલાર્ડ ટોપ પર છે.

અત્યાર સુધીના ટોપ-5 હાઈએસ્ટ સ્કોરર

ખેલાડી

રન

બેસ્ટ

રાહુલ

540

132*

ધવન

465

106*

મયંક

398

106

પ્લેસિસ

375

87*

કોહલી

347

90*

​​​​​​ટોપ-5 બેસ્ટ બોલિંગ પ્રદર્શનમાં ચાર વિદેશી, વિકેટ-સ્ટ્રાઈકમાં રબાડા ટોપ પર

બોલરોના ટોપ-5 શ્રેષ્ઠ પ્રદર્શનમાં ચાર વિદેશી છે. બુમરાહ, રબાડા, મોરિસે 4-4 વિકેટ લીધી છે. ચોથા અને પાંચમા નંબરે હૈદરાબાદનો લેગ સ્પિનર રાશિદ ખાન છે. તેણે બે વખત 3-3 વિકેટ લીધી છે. ચહલ-શમીએ 2-2 વખત 3 વિકેટ લીધી છે. રબાડાએ 11.3ના સ્ટ્રાઈક રેટ સાથે 21 વિકેટ લીધી છે.

અત્યાર સુધીના ટોપ-5 બેસ્ટ સ્ટ્રાઈક રેટ

બોલર

વિકેટ

સ્ટ્રાઈક રેટ

રબાડા

21

11.33

બુમરાહ

15

14.4

શમી

16

14.5

ચહલ

13

15.69

ચાહર

11

17.45

​​​​​​​ચેન્નઈનો પ્લેસિસ 10 કેચ પકડનારો એકમાત્ર ખેલાડી

ચેન્નઈના ફાફ ડૂપ્લેસિસે 10 મેચમાં સૌથી વધુ 10 કેચ પકડ્યા છે. હેટમાયર, પોલાર્ડ અને રાહુલ તેવટિયાએ 7-7 કેચ પકડ્યા છે. આ ઉપરાંત પડિક્કલ, શુભમન, મયંક અગ્રવાલ અને સેમ કરેને 6-6 કેચ પકડ્યા છે. વિકેટકીપર તરીકે કેપ્ટન ધોનીએ વર્તમાન સીઝનમાં સૌથી વધુ 15 શિકાર કર્યા છે. દિલ્હીના રિષભ પંત અને મુંબઈના ક્વીન્ટન ડી કોકે 10-10 શિકાર કર્યા છે.