• Home
  • News
  • પ. બંગાળના નાદિયામાં મૃતદેહ લઇ જતું વાહન ટ્રક સાથે અથડાતાં ૧૮નાં મોત
post

મૃતદેહ લઇને જતું વાહન હાઇવે પર પથ્થરોથી ભરેલી ટ્રક સાથે અથડાતાં ઘટના સ્થળે જ ૧૨ લોકોનાં મોત થયા હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-29 12:53:44

કોલકાતા: પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં મૃતદેહ લઇ જતું વાહન રસ્તામાં ઉભેલા એક ટ્રક સાથે અથડાઇ જતાં મૃતદેહ લઇ રહેલા ૧૮ લોકોનાં મોત થયા છે તેમ પોલીસ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. મૃતકોમાં છ મહિલા એ એક બાળક પણ સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહઅને મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. મૃતદેહ લઇ જઇ રહેલા મિની ટ્રકમાં ૩૫ લોકો સવાર હતાં. આ વાહન હંસખાલી પાસેના હાઇવે પર ઉભેલા એક ટ્રક સાથે અથડાઇ જતાં ઘટના સ્થળે જ ૧૨ લોકોના મોત થઇ ગયા હતાં, આ ઘટના વહેલી સવારે ૩ વાગ્યે બની હતી. અન્ય છ લોકોનાં મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતાં. 

સ્થાનિક લોકો અને પોલીસે મળીને ઘાયલોને નજીકની શક્તિનગર જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. ડોકટરોએ ઘાયલોની સ્થિતિની સમીક્ષા કરી હતી અને ગંભીર રીતે ઘવાયેલા લોકોને કૃષ્ણાનગરમાં આવેલ હોસ્પિટલમાં લઇ જવા જણાવ્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ધુમ્મસને કારણે દ્રશ્યતા ઘટી જવાને કારણે આ અકસ્માત થયુ હોવાની શક્યતા છે. વડાપ્રધાન મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ટ્વિટર પર જણાવ્યું હતું કે નાદિયામાં અકસ્માતમાં લોકોના મોત થવાની ઘટના જાણ થતાં ખુબ જ દુઃખ થયું છે. આ અકસ્માતમાં ઘાયલ લોકો ઝડપથી રિકવર થાય તેવી આશા રાખું છુંે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વિટર પર જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.હું આશા રાખું છે કે ઘાયલો ઝડપથી સાજા થશે. 

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું છે કે નાદિયામાં થયેલા અકસ્માતના સમાચાર સાંભળી હૃદય ભાંગી પડયું છે.મૃતકોના પરિવારજનોને ભગવાન આ મુશ્કેલ સમયમાં શકિત આપે.રાજ્યપાલ જગદીપ ધાનખરેએ માર્ગ સુરક્ષા અંગે વધુ પગલા ભરવા પર ભાર મૂક્યો હતો.તેમણે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું અને ઘાયલોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post