• Home
  • News
  • પાકિસ્તાન ટાઇફોઇડની નવી રસી શોધનાર પ્રથમ દેશ બન્યો
post

પાકિસ્તાને ગત શુક્રવારે તબીબી જગતમાં એક ઉપલબ્ધિ હાંસલ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-16 14:38:04

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ગત શુક્રવારે તબીબી જગતમાં એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે ટાઈફોઇડની નવી રસી (vaccine) શોધનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પાકિસ્તાને આ રસીને ટાઈફોઇડ કોન્ઝુગેટ વેક્સિન (TCV) નામ આપ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંધ પ્રાંતમાં આ બિમારી જીવલેણ સાબિત થઈ છે. આ વિસ્તારમાં આ રસી ખૂબ જ અસરકારક સાબિત થઈ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે નવેમ્બર,2016માં દેશમાં ટાઈફોઇડને લીધે આશરે 11 હજાર લોકોના મોત થયા હતા. તેની સિંધ પ્રાંતમાં સૌથી વધારે અસર થઈ હતી. આ બિમારી સલમોનેલા ટાઈફી બેક્ટેરિયા (STB)ને લીધે થાય છે. નિષ્ણાતોએ તેને સુપરબગ નામ આપ્યું છે. તેનાથી પીડિત લોકોમાં મૃત્યુ પ્રમાણ વધારે રહ્યું હતું. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે પ્રયાસ શરૂ કર્યા હતા.

વર્ષ 2017માં ટાઈફોઇડના 63 ટકા કેસ તેમાંથી 70 ટકા મૃત્યુના કિસ્સામાં 15 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોનો સમાવેશ થતો હતો. આ રસીને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ માન્યતા આપી હતી. વર્તમાન સમયમાં સિંધના શહેરી વિસ્તારોમાં પ્રતિરક્ષણ કેમ્પેઇન અંતર્ગત આ રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ કરાચીમાં થયેલા કાર્યક્રમમાં આ ટીકાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ટાઈફોઇડની બિમારી દૂષિત પાણી, પાણી વડે સાફ કર્યા વગરના શાકભાજીનો ઉપયોગ કરવાથી તથા સ્વચ્છતા પ્રત્યે કાળજી નહીં રાખવાને લીધે થાય છે. ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં આ બિમારી ઝડપથી ફેલાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post