• Home
  • News
  • પાકિસ્તાન પાસે હાર્દિક પંડ્યા જેવો મેચ ફિનિશર ખેલાડી નથીઃ શાહિદ આફ્રિદી
post

આપણે આશા રાખી શકીએ કે આસિફ અને ખુશદીલ હાર્દિક જેવુ રમે પણ સફળતા મળશે કે કેમ તે કહેવુ અત્યારે તો મુશ્કેલ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 17:38:20

નવી દિલ્હી: ટી-20 એશિયા કપમાં ભારતને ભલે બીજી મેચમાં પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હોય પણ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલ રાઉન્ડર શાહિદી આફ્રિદીને લાગે છે કે, પાકિસ્તાનની ટીમમાં હજી પણ કમી છે. શાહિદી આફ્રિદીએ પાકિસ્તાની ટીવી ચેનલ પર કહ્યુ હતુ કે, આપણી પાસે મેચ ફિનિશર તરીકે આસિફ અલી અને ખુશદીલ શાહ તો છે પણ આ એવા ખેલાડીઓ છે કે તેમના પર ભરોસો કરી શકાય તેમ નથી.તેમના દેખાવમાં સાતત્ય નથી.

આફ્રિદીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનને ભારતના હાર્દિક પંડ્યા જેવા ખેલાડીની જરૂર છે. જેના પર ભરોસો થઈ શકે છે. હાર્દિકની જેમ નીચેના ક્રમે બેટિંગ કરવા ઉતરીને મેચ જીતાડી શકે તેમજ બોલિંગમાં વિકેટ પણ લઈ શકે તેવા ખેલાડીની પાકિસ્તાનને જરૂર છે. આફ્રિદીએ કહ્યુ હતુ કે, આપણી પાસે અત્યારે તો હાર્દિક જેવો ખેલાડી નીચલા ક્રમમાં નથી જ. આપણે આશા રાખી શકીએ કે આસિફ અને ખુશદીલ હાર્દિક જેવુ રમે પણ સફળતા મળશે કે કેમ તે કહેવુ અત્યારે તો મુશ્કેલ છે.

હાર્દિક પંડ્યાએ એશિયા કપની પહેલી મેચમાં 17 બોલમાં 33 રન ફટકારીને પાકિસ્તાન સામે ભારતને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post