• Home
  • News
  • પાકિસ્તાનની મસ્જિદમાં હુમલો, 32 પોલીસકર્મીનાં મોત:550 નમાઝી વચ્ચે છુપાઈને બેઠો હતો ફિદાઈન, 158 ઘાયલ
post

આ વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન (TTP) પાકિસ્તાનનું ખાસ પ્રભુત્વ છે અને ભૂતકાળમાં પણ આ જ સંગઠને અહીં હુમલો કરવાની ધમકી આપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-30 17:50:13

પાકિસ્તાનના પેશાવર શહેરમાં પોલીસલાઇનમાં બનેલી મસ્જિદની અંદર બ્લાસ્ટ થયો છે, જેને ફિદાઈન હુમલો જણાવવામાં આવે છે. લોકલ મીડિયા ખૈબર ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 32 પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે. 158 લોકો ઘાયલ થયા હોય એવું જાણવા મળ્યું છે, તેમાંથી 90 લોકોની સ્થિતિ ગંભીર છે.

એક સાક્ષીએ કહ્યું- નમાઝ સમયે મસ્જિદમાં 550 જેટલા લોકો હાજર હતા. ફિદાઈન હુમલો કરનાર વચ્ચેની કોઈ લાઇનમાં હતો. તે પોલીસલાઇનમાં કેવી રીતે પહોંચ્યો એની કોઈ સ્પષ્ટતા મળી નથી, કેમ કે અહીં અંદર જવા માટે ગેટ પાસ બતાવવો પડે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મસ્જિદ ધરાશાયી થઈ ગઈ છે અને એના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાનું માનવામાં આવે છે.

જિયો ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, બ્લાસ્ટ ખૂબ જ શક્તિશાળી હતો અને એનો અવાજ 2 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. પોલીસલાઇનમાં રહેલા લોકોના જણાવ્યા પ્રમાણે, આ ધમાકા પછી ધૂળ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એ પછી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો.

પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોનના અહેવાલ પ્રમાણે આ વિસ્ફોટ લગભગ 1.40 વાગે થયો હતો. ધમાકાની સૂચના મળ્યા પછી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને તેની નિંદા કરી છે.

ભૂતપૂર્વ હ્યુમન રાઇટ્સ મિનિસ્ટર શિરીન મઝારીએ પણ ટ્વીટ કરીને કહ્યું- અમારી પોલીસ આતંકવાદીઓ સામે ફ્રન્ટલાઈન ડિફેન્ડર્સ છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અને સાધનો સહિત વધુ સારાં સંસાધનોની જરૂર છે

ઇસ્લામાબાદના ઇન્સ્પેક્ટર જનરલ ડૉ. અકબર નાસિર ખાને રાજધાનીમાં "સિક્યોરિટી હાઇ-એલર્ટ" રાખવાના નિર્દેશો જારી કર્યા હતા, ઇસ્લામાબાદ પોલીસ દ્વારા એક ટ્વિટમાં આ અંગે જણાવાયું હતું.

TTPએ લીધી જવાબદારી, મસ્જિદમાં લગભગ 550 લોકો હાજર હતા
જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ આ હુમલાની જવાબદારી લીધી છે. એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે, નમાઝના સમયે મસ્જિદમાં લગભગ 500થી 550 લોકો હાજર હતા. આત્મઘાતી હુમલાખોર વચ્ચે એક લાઈનમાં હાજર હતો. તે પોલીસ લાઈનમાં કેવી રીતે પહોંચ્યો એ સ્પષ્ટ થઈ શક્યું નથી, કારણ કે અહીં અંદર જવા માટે ગેટ પાસ બતાવવો પડે છે. મસ્જિદ ધરાશાયી થઈ ગઈ છે અને ઘણાં લોકો તેના કાટમાળ નીચે ફસાયા હોવાનું માનવામાં આવે છે.

આ વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન (TTP) પાકિસ્તાનનું ખાસ પ્રભુત્વ છે અને ભૂતકાળમાં પણ આ જ સંગઠને અહીં હુમલો કરવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. જેમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જતા જોઈ શકાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post