• Home
  • News
  • ભાલાફેંકની ફાઇનલમાં ભારતના નીરજ ચોપરાને પાકિસ્તાનનો અરશદ નદીમ આપશે ટક્કર; 12 એથ્લીટ ફાઇનલ માટે ક્વોલિફાઇ
post

મેં નીરજ ચોપરાથી પ્રેરણા મેળવીને ભાલાફેંક રમવાનો નિર્ણય કર્યો - અરશદ નદીમ

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-05 10:20:10

ક્રિકેટ હોય કે હોકી ઈન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે હાઇવોલ્ટેજ મેચ જોવા મળતી હોય છે. તેવામાં હવે 7 ઓગસ્ટે ટોક્યો ઓલિમ્પિકની ભાલાફેંક સ્પાર્ધામાં પણ આ બંને દેશના પ્રતિદ્વંદ્વીદીઓ વચ્ચે સામ-સામે ટક્કર થશે. આ મેચમાં ભારતના નિરજ ચોપરા અને પાકિસ્તાની અરશદ નદીમ મેડલ રેસમાં અન્ય 10 ખેલાડી સામે મેચ રમશે. તમને જણાવી દઇએ કે ભાલાફેંકની ફાઇનલ માટે કુલ 12 એથ્લીટ્સ ક્વોલિફાઈ થયા છે, જેમાં આ બંને ખેલાડીનાં નામ પણ સામેલ છે.

ઈન્ડિયન ભાલાફેંક એથ્લીટ નીરજની ફાઇનલમાં એન્ટ્રી
ટોક્યો ઓલિમ્પિકના 12મા દિવસે ભારતના ભાલાફેંક એથ્લીટ (જૈવલિન થ્રોઅર) નીરજ ચોપડાએ પોતાના પહેલા પ્રયાસમાં શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું. એણે 86.65 મીટર દૂર ભાલો ફેંકીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેવામાં હવે નીરજ ચોપરાને પણ ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

પાકિસ્તાની એથ્લીટ અર્શદ પણ નીરજ સામે રમશે
બુધવારે રમાયેલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પાકિસ્તાની ખેલાડી અર્શદ નદીમે 85.16ના થ્રો સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. નદીમ પોતાના ગ્રુપ-Bમાં પહેલા સ્થાન પર રહ્યો હતો. તમને જણાવી દઇએ કે ગ્રુપ A અને ગ્રુપ Bથી 83.50 મીટરના ક્વોલિફિકેશન માર્કને મેળવનાર એથ્લીટ સહિત 12 ફાઇનલમાં સિલેક્ટ થયા છે.

રસપ્રદ વાત એ રહી કે 2018ના એશિયન ઇવેન્ટ દરમિયાન બ્રોન્ઝ મેડલ જીત્યા પછી નદીમે કહ્યું હતું કે તેણે નીરજ ચોપરાથી પ્રેરણા મેળવીને ભાલાફેંક રમવાનો નિર્ણય કર્યો હતો. એવામાં હવે ભાલાફેંકમાં પાકિસ્તાની એથ્લીટ અને નીરજ ચોપરા વચ્ચેની ટક્કર રસપ્રદ રહેશે.

PM મોદીએ નીરજનો ઉત્સાહ વધાર્યો હતો
23
જુલાઈથી ઓલિમ્પિક શરૂ થવાની હતી એની પહેલાં ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જુલાઈએ એથ્લીટ્સ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન PM મોદીએ નીરજને પૂછ્યું હતું કે તમે ઈન્જરી પછી કેવી રીતે ભાલા ફેંકમાં કમબેક કર્યું? તમારી ઓલિમ્પિક સફર અંગે થોડી માહિતી આપો.

PM મોદીના સવાલનો જવાબ આપતા હરિયાણાનાં એથ્લીટ નીરજે કહ્યું હતું કે વર્લ્ડ ચેમ્પિયન અને એશિયાઈ ચેમ્પિયનશિપને મિસ કર્યા પછી મેં ટોક્યો ઓલિમ્પિક પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. ઈન્જરી પછી મેં મારી પ્રથમ પ્રતિયોગિતામાં ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી લીધું હતું. જોકે ગત વર્ષે ઓલિમ્પિકને કોરોના મહામારીના કારણે સ્થગિત કરાઈ હતી, પરંતુ મેં મારો અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

કોમનવેલ્થ ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાના રેકોર્ડ્સ
23 વર્ષીય નીરજ ચોપરાએ વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી રાષ્ટ્રમંડળની ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આની પહેલા પણ નીરજે દક્ષિણ એશિયન ગેમ્સમાં ભારતીય રેકોર્ડ્સની બરાબરી કરતા 82.23 મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. 2020મા એથ્લેટિક્સ સેન્ટ્રલ નોર્થ ઈસ્ટ લીગમાં 87.86 મીટરનો થ્રો કરી નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં પ્રવેશ સુનિશ્ચિત કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post