• Home
  • News
  • પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બદનામી:ઈમરાન ખાને બ્રિટન પાસે માગી ભારત જેવી સુવિધા, બોરિસ જોનસને ઈન્કાર કરતા UKની વિઝીટ મુલત્વી રાખી
post

બોરિસ જોનસને 7 જૂને ઈમરાન ખાન સાથે ફોન પર વાતચીત કરી હતી અને બ્રિટન આવવા આમંત્રણ આપેલું

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-24 10:34:32

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જુલાઈમાં યોજાનારા પ્રવાસને મુલત્વી રાખી છે. બ્રિટને પાકિસ્તાન સાથે એવી કોઈ પણ ડીલ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે કે જે તેમને ભારતની સાથે કરી છે. ઈમરાનની મુલાકાતમાં બન્ને દેશો વચ્ચે એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચ થવાની હતી.

જોકે, પાકિસ્તાને વિઝીટને મુલત્વી રાખવા પાછળ આંતરિક સુરક્ષાનું કારણ આગળ ધર્યું છે, જોકે મીડિયા અહેવાલમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત જેવી 10 વર્ષની પેક્ટ સાઈન ન કરવાને લીધે વિઝીટને મુલત્વી રાખી છે.

ભારત-બ્રિટન વચ્ચે વ્યાપારીક ભાગીદારી આગળ વધશે
ભારત અને બ્રિટન ગયા મહિને વ્યૂહાત્મક ભાગીદારી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યાં હતા. આ સમજૂતી પ્રમાણે વર્ષ 2030 સુધી બન્ને દેશ વચ્ચે યોજાનારા વ્યાપારને બમણો કરવામાં આવશે. તેમાં સંરક્ષણ સેક્ટરનો પણ સમાવેશ થાય છે.

બોરિસ જોનસને આપ્યું હતું ઈમરાનને આમંત્રણ
બોરિસ જોનસને 7 જૂનના રોજ ઈમરાન ખાન સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમણે બ્રિટન આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. ઈમરાન ખાનના પ્રવાસ સમયે બ્રિટને ક્રિકેટ ફ્રેન્ડલી ટૂર યોજવાની વાત કહી હતી, જોકે પાકિસ્તાન તરફથી ભારતની માફક અનેક ડીલ્સ કરવા કહેવામાં આવ્યું હતું. પાકિસ્તાને બ્રિટનને કહ્યું હતું કે જો ઈમરાન ખાનની વિઝીટમાં કોઈ ડીલ સાઈન નહીં થાય તો પ્રવાસને લઈ પ્રશ્ન સર્જાશે.

પાકિસ્તાનને FATFના ગ્રે લીસ્ટમાંથી બહાર નિકળવાની આશા
ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠક 21થી શરૂ થઈ ચુકી છે. પાકિસ્તાન 3 વર્ષથી આ સંગઠનની ગ્રે લિસ્ટમાં છે. તેને આશા છે કે આ વખતે ગ્રે લિસ્ટમાંથી તે નિકળી જશે અને નાદાર થવાના આરા પર ઉભેલા પાકિસ્તાનના અર્થતંત્રને વિશ્વની મદદથી પાટે ચડાવી શકાશે. બીજી બાજુ અમેરિકા અને ફ્રાંસ જેવા અનેક દેશને આશંકા છે કે જો પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર આવી જશે અને તેને નિયંત્રણોમાંથી રાહત મળી જશે તો તેનો લાભ ત્યાં રહેલા આતંકવાદી સંગઠનોને મળી શકે છે. ​​​​​​​

પૂરાવા આપવા સૌથી મુશ્કેલ કામ
FATF
માં કુલ 37 દેશ અને 2 ક્ષેત્રિય સંગઠન છે. 21થી 25 જૂન વચ્ચે કોઈ પણ દિવસે પાકિસ્તાનના નસીબ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ સમય દરમિયાન મતદાન થશે. જો પાકિસ્તાનને ગ્રે લિસ્ટથી વ્હાઈટ લિસ્ટમાં આવવું હશે તો તેને ઓછામાં ઓછા 12 સભ્ય દેશના મત મળવા જરૂરી છે.

પાકિસ્તાનને 27 શરતોનું પાલન કરવાનું હતું. 24 શરતોને લઈ પાકિસ્તાનને કોઈ જ મુશ્કેલી ન હતી, કારણ કે તેના અમલને લઈ કોઈ મુશ્કેલી નથી. 3 શરતો અંગે મુશ્કેલી છે. તેનો અર્થ એવો છે કે પાકિસ્તાને કાર્યવાહી કરવા ઉપરાંત પૂરતા પ્રમાણમાં પૂરાવા આપવાના રહેશે. ફેબ્રુઆરીમાં તે આ પ્રક્રિયા કરવામાં નિષ્ફળ રહ્યું હતું અને આ વખતે પણ વિશેષ આશા રાખવામાં આવતી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post