• Home
  • News
  • લાહોરમાં સામૂહિક દુષ્કર્મ:પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું- દુષ્કર્મીઓને ચાર રસ્તા પર લટકાવી દો કે નપુંસક બનાવી દો
post

મહિલા કારમાં બે બાળકો સાથે લાહોર પાછી આવી રહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 09:47:46

પાકિસ્તાનના લાહોરમાં ગયા સપ્તાહે થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટના પર પ્રજાનો ગુસ્સો વધતો જઈ રહ્યો છે. આ ઘટનાના ત્રણ આરોપીમાંથી માત્ર એકની ધરપકડ થઈ શકી છે, જેનું નામ અશફાક અલી કહેવાય છે. વડા પ્રધાન ઈમરાન ખાને સોમવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘હત્યાના આરોપીને સજા અપાય છે એવી જ સજા દુષ્કર્મીઓને મળવી જોઈએ. તેમને ચાર રસ્તા પર લટકાવી(ફાંસી) દેવા જોઈએ અથવા તેમને કેમિકલ કે સર્જરી દ્વારા નપુંસક બનાવી દેવા જોઈએ. આવા લોકોને એવી સજા આપવી જોઈએ જે બીજા લોકો માટે દૃષ્ટાંતરૂપ બને’.

જોકે, ઈમરાને એ પણ સ્વીકાર્યું હતું કે આવાં પગલાં લેવા સરળ નથી, કેમ કે એક વર્ગ તેનો વિરોધ પણ કરશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પીડિત મહિલા પાકિસ્તાની મૂળની ફ્રેન્ચ નાગરિક છે. પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન અલીએ કહ્યું હતું કે આરોપીએ અપરાધ કબૂલી લીધો છે. તેના સાથીની શોધખોળ ચાલુ છે. પોલીસે આ કેસમાં 15 શંકાસ્પદને અટકમાં લીધા છે.

હાઈવે પર દુષ્કર્મની ઘટના
મહિલા કારમાં બે બાળકો સાથે લાહોર પાછી આવી રહી હતી. એક્સપ્રેસ વે પર પેટ્રોલ ખલાસ થઈ જતાં પતિને ફોન કરીને કારમાં બેઠી હતી. પતિ આવે એ પહેલાં જ આરોપીઓએ ત્યાં આવીને કારનો કાચ તોડી મહિલા અને બાળકોને બહાર કાઢ્યા. મહિલાને જંગલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post