• Home
  • News
  • ફોલોઅર્સ વધારવા માટે ટિકટોક સ્ટાર પતિના મોતનો ફેક વિડિયો વાઇરલ કર્યો, શોક વ્યક્ત કરવા લોકો ઘરે પહોંચ્યા
post

આદિલ રાજપૂત પાકિસ્તાનના જાણીતા ટિકટોક આર્ટિસ્ટ છે, તેમનાં પત્નીએ ફોલોઅર્સ વધારવા માટે ફેક વિડિયો બનાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 09:28:37

ટિકટોક પર ફોલોઅર્સ વધારવા માટે પાકિસ્તાનમાં એક મહિલાએ ખોટું કામ કર્યું છે. તેણે પોતાના પતિના મોતના ખોટા સમાચાર વાઇરલ કર્યા છે. પતિ પહેલેથી જ ટિકટોક સ્ટાર છે. વાસ્તવિકતા સામે આવ્યા પછી લોકો મહિલા વિરુદ્ધ કેસ કરવાની માગ કરી રહ્યા છે.

ટિકટોક સ્ટારનું નામ આદિલ રાજપૂત છે. આદિલના પત્નીના નામની પુષ્ટિ થઈ શકી નથી. પાકિસ્તાની મીડિયામાં તેમનું નામ ફરાહ રાજપૂત અને હિના સલીમ હોવાનું સામે આવી રહ્યું છે. આદિલના ટિકટોક પર 26 લાખ ફોલોઅર્સ છે.

શું છે મામલો?
જિયો ન્યૂઝપ્રમાણે, આદિલ રાજપૂત રહીમ યાર ખાનના રાશિદાબાદ શહેરમાં રહે છે, જે પંજાબ પ્રાંતમાં આવે છે. આદિલ તેના વિડિયોને કારણે ટિકટોક પણ ફેમસ થઈ ગયો હતો. અહીં તેના લગભગ 26 લાખ ફોલોઅર્સ છે. મંગળવાર સવારે આદિલના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા, તેમની પત્નીએ રડતાં રડતાં એક વિડિયો શેર કર્યો, જેમાં કહ્યું હતું કે આદિલનું કાર એક્સિડેન્ટમાં મોત થયું છે. થોડીક જ વારમાં આદિલના ચાહકો અને સંબંધીઓ તેમના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા. સોશિયલ મીડિયા દ્વારા આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. ઘણી મસ્જિદોમાં આદિલના મોતના સમાચાર એનાઉન્સ કરવામાં આવ્યા.

થોડાક જ કલાકમાં સત્ય સામે આવ્યું
મામલો વધતો જ જઈ રહ્યો હતો. એટલામાં આદિલ ક્યાંકથી ભીડ સામે પહોંચ્યો. ત્યાર પછી આખો મામલો સામે આવ્યા. લોકો સત્ય સમજી ગયા. પછી ખબર પડી ગઈ કે આદિલનાં પત્નીએ પતિના ફોલોઅર્સ વધારવા માટે આવું નાટક કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં આદિલનાં પત્નીનું નામ અલગ અલગ જણાવવામાં આવી રહ્યું છે. ઘણા સમાચારોમાં તેમને ફરાહ રાજપૂત કહેવામાં આવી રહ્યાં છે તો ઘણામાં હિના સલીમ. હવે લોકો આ મહિલા વિરુદ્ધ લાગણીઓ સાથે રમત કરવા માટે કેસ કરવાની માગ કરી રહ્યા છે.

ટિકટોક પર પ્રતિબંધની માગ
ગત મહિને પાકિસ્તાન સરકારે ચીનની સોશિયલ મીડિયા એપ વીબોને બેન કરી દીધી હતી, જેની પર અશ્લીલતા અને ગુનાને પ્રોત્સાહિત કરવાનો આરોપ હતો. હવે ટિકટોક અને યુટ્યૂબને પણ બેન કરવાની માગ ઊઠી રહી છે. ખાસ કરીને ધાર્મિક પાયે બનેલી પાર્ટીઓ સરકાર પર દબાણ કરી રહી છે કે આ એપ્સને તાત્કાલિક બંધ કરી દેવામાં આવે. જોકે અત્યારસુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. હાલનો મામલો ફરી એકવાર ટિકટોકને બેન કરવાની માગને વેગ આપી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post