• Home
  • News
  • PoKની આઝાદીને લઇ ઇમરાન ખાને આપ્યું મોટું નિવેદન, ચીનના ઉઇગર મુસ્લિમ અંગે બોલતા ગેંગેં ફેંફેં
post

અમારા કાશ્મીરમાં પારદર્શિતા અને યોગ્ય રીતે ચૂંટણી થાય છે અને લોકો ખુદ પોતાની સરકારને પસંદ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 10:47:14

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને નિષ્પ્રભાવી કરવાના નિર્ણય અને નાગરિકતા કાયદો લાગૂ કરવાને લઇ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવખત મોદી સરકારને ઘેરી છે. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને જર્મન બ્રોડકાસ્ટ ડેચે વૈલે (DW)ને આપેલા ઇન્ટરવ્યુમાં કાશ્મીર, ચીનના ઉઇગર મુસ્લિમ સહિતના તમામ મુદ્દા પર વાતચીત કરી.

 

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને DWને કહ્યું કે ભારત તેના પાડોશી દેશો માટે એવો ત્રાસદી છે કે દેશને મહાત્મા ગાંધીની હત્યા કરનાર સંગઠન આરએસએસ ચલાવી રહ્યું છે. કાશ્મીર મુદ્દા પર ઇમરાન ખાને કહ્યું કે દુ:ખદ સચ્ચાઇ છે કે દુનિયાએ કાશ્મીરમાં સંઘર્ષ પર ધ્યાન આપ્યું નહીં. તમે હોંગકોંગ પ્રદર્શનોને મળી રહેલા મીડિયા કવરેજને જુઓ જ્યારે કાશ્મીરની ત્રાસદી આનાથી કયાંય વધુ છે.


કાશ્મીરને લઇ ઇમરાન ખાન બોલ્યા


કાશ્મીર મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન ના મળતા એકલા પડેલા ઇમરાન ખાને કહ્યું કે દુર્ભાગ્યથી પશ્ચિમી દેશો માટે વ્યવસાયિક હિત વધુ અગત્યના છે. ભારત એક મોટું બજાર છે અને આથી કાશ્મીર અને ભારતના અલ્પસંખ્યકોની સાથે જે પણ કંઇ થઇ રહ્યું છે તેના પર બિલકુલ ઠંડી પ્રતિક્રિયા મળી રહી છેડિપ્લોમેટિક રીતે પણ ભારત ચીનને કાઉન્ટર કરવા તરીકે જોવાય છે. આથી બે સંઘર્ષોના પ્રત્યે દુનિયાનો બિલકુલ અલગ દ્રષ્ટિકોણ દેખાય છે.


PoKને લઇ ઇમરાન ખાને કહ્યું કે

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં માનવાધિકાર ઉલ્લંઘનના પ્રશ્ન પર ઇમરાન ખાને કહ્યું કે અંગે ભાળ મેળવવી ખૂબ સરળ છે. અમે દુનિયાભરના લોકોને પાકિસ્તાનની તરફવાળા કાશ્મીર (PoK)માં આમંત્રિત કરીએ છીએ અને પછી તે ભારતના હિસ્સાવાળા કાશ્મીર જાય. ત્યારબાદ નિર્ણય કરે. અમારા કાશ્મીરમાં પારદર્શિતા અને યોગ્ય રીતે ચૂંટણી થાય છે અને લોકો ખુદ પોતાની સરકારને પસંદ કરે છે જો કે કોઇપણ પ્રશાસનની જેમ તેમની પણ પોતાની સમસ્યાઓ છે. જેમ કે મેં કહ્યું કે દુનિયાભરના પર્યવેક્ષકોને બોલાવામાં આવી પરંતુ સંપૂર્ણપણે આશ્વસ્ત છું કે પાકિસ્તાન તો આવી શકે છે પરંતુ ભારતથી તેમને મંજૂરી મળશે નહીં.

 

ચીનના ઉઇગર મુસ્લિમોનો મુદ્દો સંવેદનશીલ: ઇમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દુનિયાભરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવે છે પરંતુ ચીનના ઉઇગર મુસ્લિમોની સાથે અત્યાચાર પર બિલકુલ મૌન સાંધી લે છે. તેમના બેવડા વલણ પર હંમેશાથી પ્રશ્ન ઉઠી રહ્યા છે. ઇન્ટરવ્યુમાં પણ ઇમરાન ખાને ઉઇગરોની સાથે ચીનના વર્તન પર જાહેરમાં કંઇપણ બોલવાથી બચાવ કર્યો. તેમણે કહ્યું કે પહેલી વાત તો ચીનમાં ઉઇગર મુસ્લિમોની સાથે જે પણ કંઇ થઇ રહ્યું છે તેની કાશ્મીરની સાથે સરખામણીમાં કરી શકાય નહીં. બીજીવાત ચીન અમારું સારું મિત્ર રહ્યું છે. સરકાર જ્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું તો ચીને મુશ્કેલ સમયમાં અમારી મદદ કરી. આથી અમે ચીનની સાથે ખાનગીમાં વાતચીત કરીએ છીએ, જાહેરમાં નહીં કારણકે સંવેદનશીલ મુદ્દો છે.


PoKની આઝાદીને લઇ ઇમાન ખાને કરી જનમતની વાત

ડેચ વેલના એડિટર ઇનેસ પોહલે ઇમરાનને પ્રશ્ન કર્યો કે તમે કાશ્મીરી લોકો માટે આઝાદીની વકાલત કરો છો પરંતુ શું તમને લાગતું નથી કે દુનિયા ત્યારે તમારી માંગણીઓ પર વધુ ધ્યાન આપશે જ્યારે તમે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં વિરોધ-પ્રદર્શનોને મંજૂરી આપો. તેના પર ઇમરાને કહ્યું કે કાશ્મીરના લોકોને નિર્ણય કરવા દો. પાકિસ્તાન જનમત સંગ્રહ માટે તૈયાર છે. તેમને નિર્ણય કરવા દો કે પાકિસ્તાનની સાથે રહેવા માંગે છે કે આઝાદ થવા માંગે છે.

ઇમરાન ખાને કહ્યું કે જર્મની અને યુરોપિયન સંઘ ભારતને રોકવામાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. જર્મનીના ચાન્સેલર એન્જલા મર્કેલને ભારતમાં થઇ રહેલા ઘટનાક્રમોને લઇ મારી વાતચીત થઇ હતી ત્યારબાદ તેમણે ભારતના પ્રવાસમાં એક નિવેદન પણ રજૂ કર્યું હતું.


ઇમરાન ખાને અફઘાન શાંતિ વાર્તાને લઇ પણ વાતચીત કરી. તેમણે કહ્યું કે મને લાગે છે કે અમે શાંતિ પ્રક્રિયાની તરફ આગળ વધી રહ્યા છીએ. મને આશા છે કે અમેરિકા-તાલિબાન વાર્તા સફળ થાય. અફઘાનિસ્તાનમાં શાંતિ વાર્તાથી પશ્ચિમ એશિયાની સાથે વેપાર કરવાની તક વધશે. અફઘાનિસ્તાન અમારા માટે આર્થિક કોરિડોર બની જશે. જો અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય છે તો અમારા સરહદી પ્રાંત ખૈબર પખ્તૂનખ્વાના લોકોને પણ તેનો ફાયદો મળશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post