• Home
  • News
  • પંચમહાલમાં ગરબા રમીને પાછા ફરતા યુવાનોને અકસ્માત નડ્યો
post

પંચમહાલમાં નવરાત્રીની છેલ્લી રાતે ગોજારા બે અકસ્માતમાં 4 યુવાનોનાં મોત નીપજ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-08 15:00:09

પંચમહાલ : પંચમહાલમાં નવરાત્રીની છેલ્લી રાતે ગોજારા બે અકસ્માતમાં 4 યુવાનોનાં મોત નીપજ્યાં છે. ગઇકાલે નવમાં નોરતાની મઝા માણીને પાછા ફરી રહેલા છાણીપ ચોકડી પાસે બે બાઇકનાં અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત નીપજ્યાં છે. જ્યારે નાકૂડી પાસે ટ્રકની અડફેટે બાઇક સવારનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંચપંચમહાલનાં શહેરા તાલુકાનાં છાણીપ ચોકડી અને ચાંદણગઢ પાસે બે બાઇક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બીજી બાજુ કોળિયા શહેરાનાં નાકૂડી પાસે ટ્રકની અડફેડે બાઇક સવારનું મોત નીપજ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post