• Home
  • News
  • કોરોના કહેર વચ્ચે વિશ્વના ટોપ-10 અમીરોની યાદી જાહેર, મુકેશ અંબાણીની સંપત્તિ છેલ્લા 2 મહિનામાં જાણો કેટલી ઘટી?
post

મુકેશ અંબાણી વિશ્વના ધનપતિઓની યાદીમાં ૮ ક્રમ પછડાઈને ૧૭મા ક્રમે પહોંચી ગયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 09:01:57

મુંબઈ : દેશના સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લા બે મહિનામાં ૨૮ ટકાનો ભારે ઘટાડો થતાં તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં આઠ ક્રમ નીચે આવી ગયા હતા. કોરોના વાઇરસને કારણે શેરબજાર કકડભૂસ થતાં રહેતાં તેમની સંપત્તિમાં ઘટાડો નોંધાયો હતો.


હુરૂન રિચ લિસ્ટના મતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની સંપત્તિમાં ફેબ્રુઆરી- માર્ચમાં ૧૯ અબજ ડોલરનો ઘટાડો થયો છે. એ કારણે તેઓ વિશ્વના ધનપતિઓની યાદીમાં ૮ ક્રમ પછડાઈને ૧૭મા ક્રમે પહોંચી ગયા છે.



ભારતના શેરબજારોમાં છેલ્લા બે મહિના દરમિયાન લગભગ ૨૫ ટકાનો કડાકો નોંધાયો હતો. કોવિડ ૧૯ના પ્રકોપને પગલે જે દુનિયાભરમાં કેર મચ્યો છે, તેને કારણે દુનિયાભરના શેરબજારોમાં ભારે વેચાવલી જોવા મળી હતી અને તેને કારણે વિશ્વભરના શેરબજારોમાં કડાકો જોવા મળ્યો હતો.


મુંબઇ સ્ટોક એક્સ્ચેન્જમાં પણ કડાકો બોલાતો રહ્યો હતો. કેટલીય કંપનીઓમાં ભારે ધોવણ થતું જોવા મળ્યું હતું. હુરૂન રિપોર્ટ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અનસ રહેમાને કહ્યું કે, શેરબજારોમાં ૨૬ ટકાનું ધોવાણ થતાં અને રૂપિયાની સરખામણીએ રૂપિયાના મૂલ્યમાં ૫.૨ ટકા ઘટાડો થતાં ભારતના ટોચના ઉદ્યોગપતિઓને આંચકો લાગ્યો છે. એ આંચકાના ભાગ રૂપે જ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ ૨૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મુકેશ અંબાણી,ગૌતમ અદાણી, શિવ નાદર અને ઉદય કોટકની સંપત્તિમાં પણ ઘટાડો થતાં ત્રણે વિશ્વના ૧૦૦ ધનપતિઓની યાદીમાંથી ફેંકાઈ ગયા. એક માત્ર મુકેશ અંબાણી જ હવે ટોપ ૧૦૦માં ભારતીય અમીર તરીકે રહ્યા


અહેવાલ મુજબ અંબાણી ઉપરાંત ગૌતમ અદાણી, શિવ નાદર અને ઉદય કોટકની સંપત્તિમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. આ રિપોર્ટ મુજબ અદાણીની સંપત્તિમાં આ દરમિયાન ૬ અબજ ડોલર એટલે કે ૩૭ ટકા ઘટાડો, એચસીએલ ટેક્નોલોજિસના સંસ્થાપક શિવ નાદરની સંપત્તિમાં ૫ અબજ ડોલર એટલે કે ૨૬ ટકા અને બેન્કર ઉદય કોટકની સંપત્તિમાં ૪ અબજ ડોલર એટલે કે ૨૮ ટકાનો ઘટાડો થયો હતો.


મતલબ કે આ ત્રણે ઉદ્યોગપતિઓ દુનિયાના સૌથી ધનિક ૧૦૦ વ્યક્તિઓની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. હવે દુનિયાના સૌથી ધનિક ૧૦૦ વ્યક્તિઓની યાદીમાં એક માત્ર ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જ રહી ગયા છે.


સંપત્તિમાં સૌથી વધુ ઘટાડો બર્નાન્ડ આર્નોલ્ટને નામે

વૈશ્વિક રીતે જોઈએ તો મુકેશ અંબાણી સંપત્તિમાં સૌથી વધુ ઘટાડો વેઠનારાઓમાં બીજા ક્રમે રહ્યા હતા. સૌથી વધુ સંપત્તિમાં ઘટાડો ફ્રાન્સના ફેશન જાયન્ટ LVMH ના ચીફ એક્ઝિક્યુટિવ બર્નાન્ડ આર્નોલ્ટ છે, જેમની સંપત્તિમાં ૨૮ ટકાનો ઘટાડો થયો છે.

બર્કશાયર હથેવેના વોરેન બફેટની સંપત્તિમાં પણ છેલ્લા બે મહિનામાં ૧૯ અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેમની સંપત્તિ ૮૩ અબજ ડોલર થઈ જતાં તેમની સંપત્તિમાં ૧૯ ટકાનો ઘટાડો થયો કહેવાય. અન્ય વિશ્વના ટોચના દસ અમીરોમાં સંપત્તિ ગુમાવનારાઓમાં કાર્લોસ સ્લિમ અને પરિવાર, બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, લેરી પેજ, સર્જગે બ્રિન અને માઇકલ બ્લુમબર્ગનો સમાવેશ થાય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post