• Home
  • News
  • અખ્તરના પડ્યા પર પાટું:પાક. બોલરને ઓવરસ્માર્ટ બનવું મોંઘુ પડ્યું, લાઈવ શો છોડી જતા ચેનલે કરોડો રૂપિયાની નોટિસ ફટકારી
post

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું લાઈવ શોમાં એન્કર દ્વારા વારંવાર અપમાન કરવામાં આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-09 10:53:35

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લાઈવ શો દરમિયાન અખ્તર રાજીનામું આપી ચાલ્યો ગયો હોવાથી ચેનલે તેના વિરૂદ્ધ કડક પગલા ભર્યા છે. આ ચેનલે લગભગ 10 કરોડ રૂપિયાના માનહાનિની નોટિસ ફટકારી છે. જેમાં અખ્તરે કોન્ટ્રાક્ટ ભંગ સહિત ઘણા ચેનલના નિયમ તોડ્યાની વાતનો ઉલ્લેખ કર્યો છે.

અખ્તરને રિકવરી નોટિસ ફટકારી
શોએબે લખ્યું હતું કે હું ચેનલની આ પ્રતિક્રિયાથી ઘણો નિરાશ થયો છું. પહેલા તો લાઈવ શોમાં મારુ અપમાન થયું ત્યારે પણ ચેનલે કંઈ કડક પગલા ન ભર્યા અને પછી મારા સન્માનની લડતમાં સાથ આપવા કરતા વધારે તેમણે મને રિકવરી નોટિસ ફટકારી દીધી છે. પરંતુ હું એક ફાઈટર છું અને હાર નહીં માનુ. અમે કાયદાકીય લડત સાથે આમાં લડત આપીશું.

PTVએ શોએબ અખ્તર વિરૂદ્ધ કરાર ભંગની વાત ઉચ્ચારી
મીડિયા અહેવાલો પ્રમાણે PTVએ શોએબ અખ્તરે નોટિસમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટના ક્લોઝ-22 પ્રમાણે બંને પક્ષે 3 મહિનાની લેખિત નોટિસ અથવા પગારની નિશ્ચિત રકમ જમા કરવાની હોય છે. આ પ્રમાણે પગલાં ભર્યા પછી જ ચેનલમાંથી રાજીનામું આપી શકો છો. તેવામાં હવે અખ્તરે 26 ઓક્ટોબરે ઓન એર રાજીનામું આપી દીધું હોવાથી ચેનલને ઘણું નુકસાન થવા આવ્યું હતું.

નોટિસમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે શોએબે પણ T20 વર્લ્ડ કપના પ્રસારણ દરમિયાન PTVC મેનેજમેન્ટને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના દુબઈ છોડી દીધું હતું. આ સિવાય ભારતીય ક્રિકેટરે એક ભારતીય ટીવી શોમાં હરભજન સિંહ સાથે લાઈવ ચર્ચાઓ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેના કારણે PTVને પણ નુકસાન થયું હતું.

અખ્તરે 3 મહિનાનો પગાર જમા કરાવો પડશે
અખ્તરને ચેનલ દ્વારા નુકસાન પેઠે 100 મિલિયન (10 કરોડ) સહિત લગભગ 3 મહિનાનો પગાર જમા કરવા નોટિસ ફટકારવામાં આવી છે. જો અખ્તર આ પ્રમાણે અનુસરશે નહીં તો તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ટકોર કરાઈ છે.

જાણો સમગ્ર વિવાદ
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું લાઈવ શોમાં એન્કર દ્વારા વારંવાર અપમાન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની પ્રખ્યાત ચેનલના એક શોના હોસ્ટ નૌમાન નિયાઝે શોએબ સાથે ખરાબ વર્તણૂક કરી હતી અને તેને શોમાંથી બહાર જતા રહેવા પણ કહ્યું હતું. ત્યારપછી અખ્તરે પહેલા તો વાત વાળી લીધી છતા વારંવાર તેનું અપમાન થતા તે લાઈવ શોમાં જ રાજીનામું આપી જતો રહ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post