• Home
  • News
  • અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર- કાશ્મીરમાં બધુ જ સામાન્ય, પણ તેમની સ્થિતી નોર્મલ ન કરી શકુ
post

લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીર પર વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-10 12:56:10

નવી દિલ્હીઃ લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીર પર વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પુછ્યું કે, કાશ્મીરમાં સામાન્ય સ્થિતી કોણે કહેવાય છે, આ અંગે જાણકારી આપી. તેમણે એવું પણ પુછ્યું કે,હાલ ત્યાં કેટલા નેતા જેલમાં છે. આ અંગે શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતી સામાન્ય છે, પણ અમે કોંગ્રેસની હાલત નોર્મલ ન કરી શકીએ.

શાહે વધુમાં કહ્યું કે, ‘અમે એ લોકો વધારે દિવસ માટે જેલમાં રાખવા માંગતા નથી. જ્યારે પ્રશાસનના લોકોને લાગશે કે યોગ્ય સમય આવી ગયો છે, ત્યારે રાજકીય નેતાઓને છોડી દેવાશે. ફારુક અબ્દુલ્લાના પિતાને કોંગ્રેસને 11 વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા. અમે તેમનું અનુસરણ કરવા માગતા નથી.

શાહે કહ્યું કે,કાશ્મીરમાં 99.5% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, પણ અધીર રંજનજી માટે આ સામાન્ય નથી. 7 લાખ લોકોને શ્રીનગરમાં ઓપીડી સુવિધા મળી રહી છે. દરેક જગ્યાએ કર્ફ્યૂ અને કલમ 144 હટાવી લેવાઈ છે, પણ અધીરજી માટે સામાન્ય હોવાનો અર્થ એટલે રાજકીય પ્રવૃત્તિઓ.

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, તેમની પાર્ટી નાગરિકતા સંશોધન બિલ અંગે રાજ્યસભામાં અલગ વિચારણા કરી શકે છે. મહત્વનું છે કે લોકસભામાં શિવસેનાએ આ બિલના સમર્થનમાં મતદાન કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post