• Home
  • News
  • પક્ષની મથામણ:રાજકોટ જિલ્લા પંચાયત કબજે કરવા ભાજપની મથામણ, રાજકોટ મનપા ચૂંટણી પુરી થતા જિ.પં.ની ચૂંટણીની તૈયારી પુર જોશમાં
post

જિલ્લાના કુલ 9 લાખ 60 હજાર 551 મતદારો માટે 1146 મતદાન મથક બનાવવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 11:26:41

રાજકોટ મનપાની ચૂંટણી પુરી થયા બાદ જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી પુર જોશમાં ચાલી રહી છે. રાજકોટમાં ગઈકાલે ભાજપે 18 માંથી 17 સીટો પર જંગી બહુમતી મેળવી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે, ત્યારે હવે કોંગ્રેસે રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કમરકસી છે.

જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં 7102 લોકોનો પોલીંગ સ્ટાફ કાર્યરત રહેશે
રાજકોટ જિલ્લાના વાત કરીએ તો કુલ 9,60,551 મતદારો જિલ્લામાં નોંધાયા છે, જે પૈકી 5 લાખ 3 હજાર 70 પુરુષ અને 4 લાખ 57 હજાર 479 મહિલા મતદારો નોંધાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો પર મતદારો શાંતીપૂર્ણ અને સલામત રીતે મતદાન કરી શકે તે માટે 1146 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. ચાલુ મતદાન દરમ્યાન EVM મશીનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય તેવા સંજોગોને ધ્યાને લઇ 10% રિઝર્વ EVM રાખવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં 7102 વ્યક્તિઓનો પોલીંગ સ્ટાફ, 1218 પોલીસ સ્ફાફ, 8 રીટર્નિંગ ઓફીસરો, 22 આસી.રીટર્નિંગ ઓફીસરો સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે.

કોંગ્રેસ ભાજપે પ્રચાર-પ્રસાર પુર જોશમાં શરૂ કરી દીધો છે
આગામી 28મી ફેબ્રુઆરીએ રાજકોટ સહિત રાજ્યમાં 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. જેની મતગણતરી 2 માર્ચના રોજ થશે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર પુર જોશમાં શરૂ કરી દીધો છે, જેમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં સાશન જાળવી રાખવા અને ભાજપ જિલ્લા પંચાયતમાં કબજો કરવા મથામણ કરી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે રાજકોટ સહિત રાજ્યની 6 મહાનગરોમાં સતા પર ભાજપનો કેસરિયો લહેરાયો છે જેની અસર આવતી જિલ્લા પંચાયત , નગરપાલિકા સહિત ચૂંટણીમાં જોવા મળશે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલ છે.

કેવો હતો રાજકોટમાં પરિણામનો દિવસ
રાજકોટમાં 17 વોર્ડમાં ભાજપના 68 ઉમેદવારોને જીત મળી ગઇ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં,15માં આખી પેનલમાં વિજય મેળવ્યો છે. આથી ભાજપના વિજય રથ પર રોક લગાવવા માટે કોંગ્રેસે માત્ર 4 બેઠક સમ ખાવા પુરતી જીતી છે. 2015માં કોંગ્રેસને 34 બેઠક મળી હતી અને જીત માટે 4 સીટનું છેટું હતું. પરંતુ આ વખતે દાવ થયો અને માત્ર 4 બેઠક જ મળી. આવતીકાલે બુધવારે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ આવશે અને જનતાનું અભિવાદન કરશે, તેમજ બહુમાળી ચોક ખાતે જાહેર સભા પણ યોજશે.

રાજકોટમાં ભાજપનો જશ્ન
કોંગ્રેસ સહિત આપના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ છે. વોર્ડ નં,16માં ભાજપના રૂચિતાબેન માત્ર 11 વિજેતા થયા છે. વોર્ડ નં.8માં કોંગ્રેસ કરતા આપે વધુ મત મેળવ્યા છે. વોર્ડ નં.1,2,3, 4,5,6,7,8,9,10,11,12,13,14,16,17,18 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે. રાજકોટમાં કેસરિયો લહેરાતા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યો છે

 

adv

Related News

post
post
post
post
post
post
post