• Home
  • News
  • 'પઠાન'નું બંપર એડવાન્સ બુકિંગ, 4.30 લાખ ટિકિટ વેચાઈ ગઈ:એક ચાહકે તો આખું થિયેટર બુક કર્યું, કોરોનાકાળમાં બંધ થયેલાં 25 થિયેટર્સ પણ ખૂલશે
post

'પઠાન'નું શૂટિંગ સૌથી મોટા મીઠા પાણીના તળાવમાં થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-24 18:50:56

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન' કાલે રિલીઝ થવા જઈ રહી છે. વિવાદ અને બોયકોટ ટ્રેન્ડ વચ્ચે આ મૂવીનું બંપર એડવાન્સ બુકિંગ થયું છે. પહેલા જ દિવસે 1.71 લાખ ટિકિટ વેચાઈ ગઈ છે, એનો આંકડો આજ સવાર સુધીમાં 4.30 લાખની આસપાસ પહોંચી ગયો છે. એડવાન્સ બુકિંગના મામલે 'પઠાન' સૌથી મોટી હિંદી ફિલ્મ બની ગઈ છે.

આની પહેલાં આવું જ ઓપનિંગ સાઉથની ફિલ્મ KGF-2ને મળ્યું હતું. આ ફિલ્મની 5 લાખથી પણ વધુ એડવાન્સ ટિકિટ બુક થઈ હતી. ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક સુમિત કડેલના અનુમાન મુજબ, પઠાન KGF-2નો પણ રેકોર્ડ તોડી શકે છે.

મુંબઈમાં એક ચાહકે આખું થિયેટર બુક કર્યું
મુંબઈમાં શાહરુખ ખાનના એક ચાહકે 25 જાન્યુઆરીના પહેલા જ શો માટે આખું થિયેટર બુક કરી લીધું છે. આની ટિકિટ એસિડ સર્વાઇવર અને શાહરુખના ફેન્સને આપવામાં આવશે. ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શના જણાવ્યા પ્રમાણે, 'પઠાન'ની રિલીઝ દેશમાં 25 સિંગલ સ્ક્રીન થિયેટરમાં દેખાડાશે, જે કોરોનાકાળમાં બંધ થઈ ગયાં હતાં.

ફિલ્મ હિટ હશે કે ફ્લોપ, એ તો આવનારા 4-5 દિવસમાં ખબર પડી જશે, પરંતુ જે રીતે 'પઠાન'નું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે એના પરથી તો સ્પષ્ટ થઈ ગયું છે કે લાંબા સમય પછી કોઈ બોલિવૂડ ફિલ્મને બંપર ઓપનિંગ મળવાની આશા છે. ટ્રેડ એનાલિસ્ટ્સના અનુમાન પ્રમાણે, પઠાણ પહેલે જ દિવસે 45 કરોડ સુધીની કમાણી કરી શકે છે. પહેલા 2-3 દિવસમાં જ ફિલ્મ 100 કરોડની કમાણીનો આંકડો પણ પાર કરી શકે છે.

ફેન્સે 35 શહેરમાં લગાવાયાં 15 હજાર પોસ્ટર્સ, એક ચાહકે કહ્યું-પઠાણ ના જોઈ શક્યો તો સુસાઇડ કરી લઈશ!

·         SRKના એક ચાહકે રડતાં-રડાતાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહે છે કે જો તેને 'પઠાન' ફિલ્મ જોવા ના મળી તો તે આત્મહત્યા કરી લેશે.

·         શાહરુખના એક ફેન ક્લબે 'પઠાન'ના પ્રમોશન માટે દેશમાં લગભગ 35 શહેરમાં કુલ મળીને 10-15 હજાર પોસ્ટર્સ લગાવ્યાં છે. આ ફેન ક્લબના ફાઉન્ડર જાવેદ શેખે કહ્યું હતું કે 'પઠાન'ની રિલીઝને ગ્રાન્ડ બનાવવા માટે બધી જ તૈયારી થઈ ગઈ છે.

ફિલ્મને પ્રમોટ જ નથી કરી શાહરુખ અને દીપિકાએ
શાહરુખ ખાન 'પઠાન'ને અલગ જ અંદાજમાં પ્રમોટ કરી રહ્યો છે. તે આ વખતે પ્રમોશન માટે ના તો કોઈ રિયાલિટી શોમાં ગયો છે, ના તો મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યો છે. તેણે આ વખતે #AskSrk સેશન, જે ટ્વિટર હેન્ડલ પર હોસ્ટ કરે છે, એનાથી ફેન્સ સાથે જોડાયો હતો અને ફિલ્મને પ્રમોટ કરી હતી. તેણે 'ધ કપીલ શર્મા શો'ની ટીમને પણ શોમાં આવવાનો ઇન્કાર કરી દીધો હતો અને 'બિગ બોસ- 16'માં જવાની ઇચ્છા નહોતી રાખી.

લગભગ 10 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થશે 'પઠાન'
ફિલ્મ 'પઠાન' આવતીકાલે પેન ઈન્ડિયા રિલીઝ થવા જઈ રહી છે. હિંદી બેલ્ટમાં લગભગ 4500 સ્ક્રીન્સમાં રિલીઝ થશે, તો તમિળ અને તેલુગુની સ્ક્રિન્સ મળીને લગભગ 5000 સ્ક્રીન્સ પર રિલીઝ થશે.

'પઠાન'નું શૂટિંગ સૌથી મોટા મીઠા પાણીના તળાવમાં થયું હતું
'
પઠાન' ફિલ્મના કેટલાક સીન્સ બાઇકલ તળાવની સપાટી પર શૂટ કરવામાં આવ્યા છે. આ પ્રકારની આ પહેલી ફિલ્મ છે, જેનું અહીં શૂટિંગ થયું છે. આ તળાવની વિશેષતા એ છે કે વિશ્વમાં જે તાજું પાણી છે એમાંથી 20 ટકા આ તળાવમાં જોવા મળે છે. આ તળાવની લંબાઈ લગભગ 636 કિલોમીટર છે અને ઊંડાઈ લગભગ 1642 મીટર છે. તે સાઉથ સાઇબિરિયામાં સ્થિત છે.

'પઠાન'એ સિંગલ સ્ક્રીન્સ થિયેટરને ફરી જીવંત કર્યું
ફિલ્મ 'પઠાન'નું બંપર એડવાન્સ બુકિંગ જોરદાર છે. એડવાન્સ બુકિંગને કારણે કોરોનાકાળમાં જે 25 સિંગલ સ્ક્રીન્સ થિયેટર બંધ થઈ ગયાં હતાં એને ફરી જીવંત કરી દીધાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post