• Home
  • News
  • 5 દિવસમાં 'પઠાન'ની 550 કરોડની કમાણી:ભારતમાં 271 કરોડથી વધુનો બિઝનેસ કર્યો, સાઉથ ફિલ્મ 'બાહુબલી 2' ને 'KGF 2'ને ધોબી પછડાટ આપી
post

ટ્રેડ એક્સપર્ટ કોમલ નાહ્ટાના મતે, 'ફિલ્મ 'પઠાન'ની સફળતા બાદ બોલિવૂડની અપકમિંગ ફિલ્મ પર પોઝિટિવ અસર થશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-30 18:08:36

મુંબઈ: શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન' બોક્સ ઓફિસ પર રોજે રોજ નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે 62 કરોડની કમાણી કરી હતી. ઇન્ડિયન બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 271 કરોડ છે. 'પઠાન''KGF 2'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ફિલ્મના હિંદી વર્ઝને ચાર દિવસમાં 144 કરોડની કમાણી કરી હતી.

ભારતીય બોક્સ ઓફિસ પર પાંચ દિવસની અંદર 271 કરોડની કમાણી કરનાર 'પઠાન' પહેલી હિંદી ફિલ્મ છે. આ પહેલાં 'બાહુબલી 2' તથા 'KGF 2'ના હિંદી વર્ઝનને 250 કરોડના ક્લબમાં પહોંચતા સાત-આઠ દિવસ લાગ્યા હતા. 'પઠાન'એ પાંચ દિવસમાં 540 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ્સના મતે જો ફિલ્મ આ જ રીતે કમાણી કરશે તો અનેક રેકોર્ડ્સ તોડી નાખશે.

ઓપનિંગ વીકેન્ડમાં 271 કરોડની કમાણી
ફિલ્મ 'પઠાન'એ ઓપનિંગ વીકેન્ડમાં 271 કરોડનો આંકડો પાર કર્યો છે. 'પઠાન' અત્યારે હાઇએસ્ટ વીકેન્ડ લિસ્ટમાં ટોચના સ્થાને છે.

5 દિવસમાં 271 કરોડની કમાણી કરનાર પહેલી હિંદી ફિલ્મ
સૌથી ઓછા સમયમાં 271 કરોડની કમાણી કરનાર 'પઠાન' પહેલી હિંદી ફિલ્મ છે. આ પહેલાં 'બાહુબલી 2', 'KGF 2'ના હિંદી વર્ઝનને 250 કરોડની કમાણી કરવામાં અંદાજે સાત-આઠ દિવસ થયા હતા.

'પઠાન'ની સફળતા અંગે ટ્રેડ એક્સપર્ટ્સે શું કહ્યું?
ટ્રેડ એક્સપર્ટ કોમલ નાહ્ટાના મતે, 'ફિલ્મ 'પઠાન'ની સફળતા બાદ બોલિવૂડની અપકમિંગ ફિલ્મ પર પોઝિટિવ અસર થશે. હિંદી ફિલ્મ અંગે જે નેગેટિવ માહોલ હતો, તે 'પઠાન'ની જબરજસ્ત કમાણીથી લગભગ ચાહકોના મનમાંથી નીકળી ગયો છે.'

ટ્રેડ એક્સપર્ટ અતુલ મોહને કહ્યું હતું, 'વર્ષની શરૂઆતમાં જ ફિલ્મ હિટ જાય તે બહુ જ મહત્ત્વનું છે. આની સીધી અસર અપકમિંગ ફિલ્મ પર થાય છે. 'પઠાન'ની સફળતાનું કારણ સારી વાર્તા છે. 4 વર્ષ બાદ શાહરુખ ખાન બિગ સ્ક્રીન પર જોવા મળ્યો છે. માઉથ પબ્લિસિટીને કારણે પણ ફિલ્મે રેકોર્ડબ્રેક કમાણી કરી છે.'

adv

Related News

post
post
post
post
post
post
post