• Home
  • News
  • ઉત્તરાખંડના Pawandeep Rajan એ જીત્યો ઈન્ડિયન આઈડલ-12 નો ખિતાબ, ટ્રોફી સાથે મળ્યા આ ઈનામ
post

ટીવીના પોપ્યુલર સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) ની પૂર્ણાહૂતિ થઈ ગઈ. ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના મેજિકલ પરફોર્મન્સથી સમગ્ર દેશના લોકોના મન જીતનારો ઉત્તરાખંડનો પવનદીપ રાજન આ શોનો વિજેતા બન્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-16 09:42:05

નવી દિલ્હી: ટીવીનો પોપ્યુલર સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) ની પૂર્ણાહૂતિ થઈ ગઈ. ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના મેજિકલ પરફોર્મન્સથી સમગ્ર દેશના લોકોના મન જીતનારા ઉત્તરાખંડના પવનદીપ રાજન આ શોનો વિજેતા બન્યો છે. 

પહેલીવાર થયો આવો મુકાબલો
ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડને ખુબ જ દમદાર બનાવવામાં આવ્યો હતો. ઈન્ડિયન આઈડલના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે જ્યારે કોઈ એપિસોડનું 12 કલાક માટે ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. સંગીતના આ મહાસંગ્રામમાં 6 મહારથીઓ વચ્ચે કડક મુકાબલો જોવા મળ્યો. પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, નિહાલ ટોરો, સાયલી કાંબલે, મોહમ્મદ દાનિશ અને શનમુખપ્રિયાએ લાંબી સફર કાપી હતી  અને આખરે પવનદીપે બાજી મારી લીધી. 

આ હસ્તીઓએ જુસ્સો વધાર્યો
આ ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં જ્યાં એક બાજુ બધા સિતારાના પરિવારના સભ્યો તેમને સપોર્ટ કરવા પહોંચ્યા. આ ઉપરાંત અનુ મલિક, સોનુ કક્કડ, હિમેશ રેશમિયા, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, કુમાર શાનુ, વિશાલ દદલાણી, મીકા સિંહ, ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, જય ભાનુશાળી, ધ ગ્રેટ ખલી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, અને જાવેદ અલીએ પણ સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો. શો જીતનારા પવનદીપને ટ્રોફીની સાથે સાથે 25 લાખ રૂપિયા અને એક લક્ઝરી કાર ઈનામમાં મળી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post