• Home
  • News
  • Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં તેજી, આ શહેરોમાં 100 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
post

ગુરૂવારે પેટ્રોલની કિંમતમાં 26 પૈસાનો અને ડીઝલની કિંમતમાં 7 પૈસાનો વધારો ઝીંકાયો, ફટાફટ ચેક કરો આપના શહેરના ભાવ

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-24 10:12:30

Petrol-Diesel Price Today, 24 June 2021: એક દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 24 જૂને પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધારી દીધા છે. સતત થઈ રહેલા ભાવવધારા બાદ ઈંધણની કિંમતો ઓલટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમત (Petrol Price Today) આજે 26 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત (Diesel Price Today) 7 પૈસા પ્રતિ લીટર વધી છે. આ વધારા બાદ દેશની રાજધાનીમાં એક લીટરશ પેટ્રોલનો ભાવ 97.76 રૂપિયા અને ડીઝલ 88.30 રૂપિયા પ્રતિ લીટર પર છે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત એક મહિનામાં ક્રૂડ ઓઇલનો ભાવ લગભગ 12 ટકા સુધી વધી ગયો છે. 4 મે બાદથી સતત થઈ રહેલા ભાવવધારા બાદ પેટ્રોલ 7.36 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 7.57 રૂપિયા પ્રતિ લીટર મોંઘા થઈ ચૂક્યા છે.

કયા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર?
આ ઉપરાંત, દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે. જૈસલમેર, શ્રીગંગાનગર, હૈદરાબાદ, બંસવાડા, ઇન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કકિનાડા, ચિકમંગલુર, શિવમોગ્ગા, મુંબઈ, રત્નાગિરી, ઔરંગાબાદ અને લેહ પણ સામેલ છે.


ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 24 June 2021)

દિલ્હી- પેટ્રોલ 97.76 રૂપિયા અને ડીઝલ 88.30 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 103.89 રૂપિયા અને ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 98.88 રૂપિયા અને ડીઝલ 92.89 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 97.63 રૂપિયા અને ડીઝલ 91.15 રૂપિયા પ્રતિ લીટર છે.

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post