• Home
  • News
  • આ મહિને 8મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો:અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 83.07, રાજસ્થાનમાં કિંમત 100ની નજીક અને મુંબઈમાં 92.98 રૂ. પ્રતિ લિટર ભાવ થયો
post

શનિવારે ડીઝલની કિંમતમાં 26 પૈસા અને પેટ્રોલની કિંમતમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 14:31:45

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલો વધારો અટકવાનું નામ જ નથી લેતો. સરકારી ઓઈલ કંપનીઓએ શનિવારે એટલે કે 23 જાન્યુઆરીએ સતત બીજા દિવસે ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓના ભાવ વધારા પછી અમદાવાદમાં લિટર દીઠ પેટ્રોલનો ભાવ રૂ. 83.07 અને ડિઝલનો ભાવ 81.68 થઈ ગયો છે. અમદાવાદમાં આ ભાવ ઓલટાઈમ હાઈ નોંધાયો છે.

રાજસ્થાન પેટ્રોલની કિંમત રૂ. 100ની નજીક પહોંચી ગઈ છે. ભોપાલમાં લિટરદીઠ પેટ્રોલની કિંમત 93.56 અને મુંબઈમાં લિટરદીઠ પેટ્રોલની કિંમત રૂ. 92.28 થઈ ગઈ છે. જાન્યુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 8 વખત વધારો થઈ ચૂક્યો છે. બીજી બાજુ, દિલ્હીમાં 23 જાન્યુઆરીએ પેટ્રોલનો ભાવ રૂ. 85.70 અને ડીઝલનો ભાવ રૂ. 75.88 લિટરદીઠ થઈ ગયો હતો. ડીઝલના ભાવમાં 26 પૈસા અને પેટ્રોલના ભાવમાં 25 પૈસાનો વધારો થયો છે. આ પહેલાં શુક્રવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો.

રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલનો લિટરદીઠ ભાવ રૂ.97.50 થયો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજસ્થાનના ગંગાનગર વિસ્તારમાં પેટ્રોલની કિંમત રૂ. 97.50 લિટરદીઠ થઈ ગઈ છે. ડીઝલના ભાવ રૂ. 88.91 પ્રતિ લિટર થઈ ગયા છે. જયપુરમાં પેટ્રોલની કિંમત રૂ. 93.20 થઈ ગઈ છે. જો પેટ્રોલના ભાવ આ રીતે જ વધતા ગયા તો ટૂંક સમયમાં જ અહીં કિંમત રૂ. 100 થઈ શકે છે.

મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેરનું નામ

પેટ્રોલ (રૂ. લિટરમાં)

ડીઝલ (રૂ. લિટરમાં)

જયપુર

93.20

85.27

ભોપાલ

93.56

83.82

પટના

88.18

81.02

રાયપુર

84.37

82.25

ચંદીગઢ

82.50

75.61

પાનીપત

83.09

75.77

અમૃતસર

87.43

78.17

ગાંધીનગર

83.21

81.90

જાન્યુઆરીમાં અત્યાર સુધી પેટ્રોલમાં રૂ. 1.99 અને ડિઝલ રૂ. 2.01 મોંઘુ થયું
જાન્યુઆરીમાં અત્યાર સુધી 8 વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ રૂ. 1.99 પ્રતિ લિટર મોંઘુ થયું છે. જ્યારે ડિઝલની વાત કરીએ તો આ મહિનામાં ડિઝલના ભાવમાં લિટરદીઠ રૂ. 2.01નો વધારો થયો છે. 7 ડિસેમ્બરે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા અને ડિઝલનો ભાવ લિટર દીઠ રૂ. 73.87 રહ્યો છે. ત્યારપછી 29 દિવસમાં ભાવ નથી વધ્યા. આ મહિનામાં 6 જાન્યુઆરીએ પહેલી વખત ઈંધણના ભાવમાં વધારો થયો છે.

રોજ સવારે 6 વાગે નક્કી થાય છે પેટ્રોલ-ડિઝલનો ભાવ
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા પછી રોજ પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સંશોધન કરીને નવો ભાવ જાહેર કરે છે. પેટ્રોલ-ડિઝલનો રેટ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. તે માટે ઈન્ડિયન ઓઈલના કસ્ટમર RSP સ્પેસ પેટ્રોલ પરનો કોડ લખીને 9224992249 નંબર પર બીપીસીએલના ગ્રાહકો RSP લખીને નંબર પર મેસેજ મોકલવાથી રોજનો ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મેસેજ કરીને રોજનો ભાવ જાણી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post