• Home
  • News
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો થઈ શકે તેવા એંધાણ, જાણો કેટલા રૂપિયા
post

માર્ચમાં ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ $112.8 હતી જે 8 મહિનામાં $31 ઘટીને 82 ડોલર

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-30 18:34:51

અમદાવાદ: હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 8 મહિનાથી નિચલા સ્તરે જોવા છે. અત્યારે પ્રતિ બેરલ 81 ડોલરથી પણ નીચે આવી ગયો છે. જ્યારે અમેરિકી ક્રૂડ ઓઇલ અંદાજે 74 ડોલર પ્રતિ બેરલ છે. તો આ દ્રષ્ટિએ ક્રૂડ ઓઇલના ભાવ ઓછા થવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 14 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. તો મે મહિના બાદ પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડાથી ભારતીય રિફાઈનરીઓ માટે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત ઘટીને બેરલ દીઠ $82 થઈ ગઈ છે. જે માર્ચ મહિનામાં $112.8 હતી. તે મુજબ છેલ્લા 8 મહિનામાં રિફાઈનિંગ કંપનીઓ માટે ક્રૂડ ઓઇલની કિંમતમાં $31 (27%)નો ઘટાડો થયો છે.

નિષ્ણાતોના મતે દેશની ઓઇલ કંપનીઓ ક્રૂડમાં દર $1ના ઘટાડા માટે રિફાઇનિંગ પર પ્રતિ લિટર 45 પૈસા બચાવે છે. આ મુજબ જોઈએ તો પેટ્રોલ-ડીઝલના ભાવ 14 રૂપિયા પ્રતિ લીટર ઓછો હોવો જોઈએ. જો કે નિષ્ણાતોના મત મુજબ સમગ્ર ઘટાડો એક જ વારમાં કરવામાં નહિ આવે.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આ રીતે થાય છે નક્કી

વર્ષ 2010ના જુન સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. પરંતુ 26 જૂન 2010 પછી સરકારે તેલ કંપનીઓને પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કહ્યુ છે. આવી જ પ્રમાણે ઓક્ટોબર 2014 સુધી ડીઝલના ભાવ સરકાર નક્કી કરતી હતી. એટલે આ રીતે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે. 19 ઓક્ટોબર 2014થી સરકારે ભાવ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓને સોંપી દીધું હતું. હાલમાં ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરે છે.

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના મુખ્ય ત્રણ પરિબળો 

1.  રૂ. 245 પ્રતિ બેરલ ઓઇલ કંપનીઓ બચાવશે

દેશમાં હાલ પેટ્રોલ-ડીઝલની જે કિંમતો ચાલી રહી છે તે મુજબ તો ક્રૂડ ઓઇલનું ઈન્ડિયન બાસ્કેટ અંદાજે 85 ડોલર પ્રતિ બેરલ હોવો જોઈએ પરંતુ આ ભાવ 82 ડોલરની આસપાસ આવી ગયો હોવાથી આ અત્યારે ઓઇલ માર્કિંગ કંપનીઓ પ્રતિ બેરલ (159 લીટર) રિફાઈનિંગ પર અંદાજે 245 રૂપિયા બચાવ કરતી હશે.

2. ઓઇલ કંપનીઓને થઈ રહેલું નુક્સાન બંધ 

ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીના જણાવ્યા મુજબ સરકારી ઓઇલ કંપનીઓને પેટ્રોલ વેંચાણ પર હવે નફો થવા લાગ્યો છે. પરંતુ ડીઝલ પર હજુ પણ 4 રૂપિયા પ્રતિ લીટર સુધીનું નુક્સાન થઈ રહ્યું છે. અત્યારસુધીમાં બ્રેંટ ક્રૂડ અંદાજે 10% સસ્તું થઈ ગયું છે. 

3. ક્રૂડ ઓઈલ 70 ડોલર સુધી વધવાથી રાહત મળશે

પેટ્રોલિયમ નિષ્ણાતના જણાવ્યા મુજબ બ્રેન્ટ ઝડપથી $70 તરફ આગળ વધી રહ્યું છે. આનાથી ચોક્કસપણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે પરંતુ તેમાં થોડો સમય લાગશે. તેલની આયાતથી રિફાઈનિંગ સુધીનું ચક્ર 30 દિવસનું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં ઘટાડો થયા પછી તેની અસર એક મહિના પછી જોવા મળશે.

છેલ્લા 6 મહિનાથી ભારતમાં તેલના ભાવ લગભગ સ્થિર

ભારતમાં છેલ્લા 6 મહિનાથી તેલના ભાવ લગભગ સ્થિર છે. જુલાઈ 2022માં મહારાષ્ટ્રમાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું. જો કે અન્ય રાજ્યોમાં કોઈ ફેરફાર નથી.

પેટ્રોલ અને ડીઝલના ભાવ બાબતે મહત્વના કારણો

  • રૂપિયા સામે અમેરિકી ડોલરનો દર
  • કેન્દ્ર અને રાજ્ય સરકારોથી વસૂલાતો કર
  • ક્રૂડ ઓઇલની કિંમત
  • દેશમાં ઇંધણની માગ

દેશ જરૂરિયાતના 85% ક્રૂડ ઓઈલની આયાત કરે છે

આજે દેશ તેની જરૂરિયાતના 85% કરતાં વધુ ક્રૂડ ઓઇલ બહારથી ખરીદે છે. તેની કિંમત આપણે ડોલરમાં ચૂકવીએ છીએ. ક્રૂડ ઓઇલ બેરલમાં આવે છે અને એક બેરલ એટલે 159 લિટર ક્રૂડ ઓઇલ થયું. આ સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને ડોલરની મજબૂતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા રહે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post